Western Times News

Gujarati News

અમદાવાદમાં ટ્રાફિક સમસ્યા વકરવા પાછળ વાહનચાલકોમાં ટ્રાફિક સેન્સનો અભાવ જવાબદાર

પ્રતિકાત્મક

રોંગસાઈડે વાહન હંકારવું- મોબાઈલ પર વાતો કરવી, જરૂરી કાગળો-લાયસન્સ નહીં રાખવાની કૂટેેવો ક્યારે ભૂલાશે??

(પ્રતિનિધિ દ્વારા)અમદાવાદ, અમદાવાદ શહેરમાં વાહન ચલાવતા કેટલાંય નાગરીકો કાયદાનું પાલન કરતા નથી અને દોષનો સમગ્ર ટોપલો તંત્ર પર ઢોળી દે છે. ખાસ તો રોંગ સાઈડમાં વાહન ચલાવવુ, ચાલુ વાહને મોબાઈલ પર વાતો કરવી, પોલીસને જાેઈને ભાગી જવુ, લાયસન્સ સહિતના કાગળો સાથે રાખવા નહી.

આ બધી બાબતમાં નીતિ-નિયમોની ઐસીતૈસી કરનારાઓ જ્યારે ટ્રાફિક પોલીસ પકડે છે ત્યારે જુદા જુદા બહાનાઓ આગળ ધર છે. એટલુ જ નહીં અમુક લોકો તો પોતાની ઓળખનો રૂઆબ જમાવવાની કોશિષ કરતા હોય છે. હકીકત એ છે કે જનતા પણ નીતિ-નિયમોનું પાલન કરવામાં ઢીલાશ બતાવે છે. ટ્રાફિક નિયમોનું પાલન કરવામાં અમદાવાદીઓ ક્યારે સુધરશે? એ કહેવુ જરા મુશ્કેલ છે.

ટ્રાફિક પોલીસની ડ્રાઈવ દરમ્યાન જે વાહનચાલકો ઝડપાય છે તેમાંથી મોટાભાગના રોંગસાઈડમાં જતા પકડાતા હોય છે. માત્ર એકાદ-બે મીનિટના અંતરે ફરીને જવાની જગ્યાએ રોંગસાઈડે જતાં ઝડપાઈ જતા હોય છે. અને દંડ ભરવાનો આવે ત્યારે ગલ્લાતલ્લા કરતા નજરે પડે છે.

શહેરના કોઈપણ ચારરસ્તા કે મહત્ત્વના સ્થળોએ ે ઉભા રહેશો તો ખ્યાલ આવશે કે વાહનચાલકો ફરીને જવાની જગ્યાએ અડધો કિલોમીટર સુધી રોંગસાઈડે જવાનું વધારે પસંદ કરતા હોય છે. આ આપણે ત્યાંના મોટાભાગના વાહનચાલકો અને તેમાંય પણ ખાસ કરીને દ્વિચક્રી વાહનચાલકોની ખરાબ આદત છે. તો ચાલુ વાહને મોબાઈલ પર વાત કરવી કોમન બાબત થઈ ગઈ છે.

ટુ-વ્હીલર-ફોર વ્હીલરવાળાઓ તો એક હાથ વાહન ચલાવશે અને બીજા હાથમાં મોબાઈલ કાન આગળ મુકીને બિંદાસ્ત રીતે વાત કરતા જાેવા મળશે. એટલુ ઓછુ હોય તેેમ લાલબસના ડ્રાઈવરો પણ કેટલીક વખત તો એમ્બ્યુલન્સના ચાલકો સહિત ગાડી ચલાવતા નબીરાઓ તો અવારનવાર ચાલુ વાહને મોબાઈલ પર વાત કરતા હોય છે.

મુૃંબઈ જેવા શહેરમાં તો બસ ચલાવનારા (બેસ્ટ) ડ્રાઈવરો કદી મોબાઈલ પર વાત કરતા જાેવા મળશે નહી. જ્યારે આપણે ત્યાં તો ચિત્ર સાવ ઉલ્ટુ જાેવા મળશે. ઘણી વખત તો ડ્રાઈવરો એક હાથમાં સ્ટીયરીંગ પકડીને બસ ચલાવતા હોય અને બીજા હાથે મોબાઈલ પકડીને વાતો કરતા અચુક જાેવા મળશે.

બસમાં સવાર મુસાફરોની સાથે રોડ પર જતાં વાહનચાલકોની સલામતી તેના કારણે જાેખમમાં મુકાય છે.ટ્રાફિક પોલીસે ચાલુ વાહને વાતચીત કરતા ચાલકો સામે કડક કાર્યવાહી કરવી જાેઈએ.

રોંગસાઈડે વાહન ચલાવવાની પ્રેક્ટીસ છૂટતા સમય લાગશે. પરંતુ અમદાવાદીઓએ ટ્રાફિક સમસ્યા હળવી કરવા માટે પોતાની આ ટેવોને ભૂલવી પડશે. રોંગસાઈડે જનારાઓ પોતાનો જીવ જાેખમમાં મુકે છે પણ સાથે સાથે સામેથી આવતા લોકોની સલામતીને જાેખમમાં મુકી દે છે.

ઘણી વખત તો નાના-મોટા અકસ્માતો સર્જાતા હોય છે તેની પાછળ ‘રોંગસાઈડ’ આવતા વાહનો જવાબદાર હોય છે. તાજેતરમાં શાસ્ત્રીનગર (પલ્લવ) ખાતે રોંગસાઈડેે આવતી બસે એક આશાસ્પદ યુવાનને કચડી નાંખ્યો હતો. માત્ર એકાદ-બે મીનિટના અંતરે ફરીને નહીં જવાની જગ્યાએ રોંગસાઈડે જવાની પ્રેક્ટીસ છોડવામાં આવે તો તેનો ફાયદો છેવટે તો નાગરીકોને જ થવાનો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.