Western Times News

Gujarati News

યૂ-ટ્યૂબ પર લાઈવ સ્ટ્રીમિંગ શરૂ થતા સામાન્ય જનતા સુનાવણી જાેઈ શકશે

અમદાવાદ: ગુજરાત હાઈકોર્ટ દેશમાં કોર્ટ રૂમની તમામ કાર્યવાહીનું જીવંત પ્રસારણ કરનાર દેશમાં પ્રથમ હાઈકોર્ટ છે. આજથી ગુજરાત હાઇકોર્ટના ૧૮ કોર્ટ રૂમની કાર્યવાહીનું જીવંત પ્રસારણ કરવામાં આવ્યું હતું જેને અરજદાર સહિત જુનિયર એડવોકેટ, પત્રકાર, સામાન્ય જનતા તમામે કાર્યવાહીને ગુજરાત હાઇકોર્ટની યુ-ટ્યુબ ચેનલ પર નીહાળી હતી.હવે કોર્ટમાં કાર્યવાહી કેવી રીતે થાય છે તે તમામ બાબત સામાન્ય જનતા પણ જાણી શકશે.

આ તમામ કોર્ટના જીવંત પ્રસારણના કાર્યકામનું ઉદ્‌ઘાટન ૧ દિવસ અગાઉ ભારતના મુખ્ય ન્યાયમૂર્તિ એન.વી.રમન્ના એ કર્યું હતું. જેમાં તેઓ જણાવ્યું હતું કે આ તમામ કોર્ટનું જીવત પ્રસારણ કરવાથી લોકોમાં ન્યાય પ્રક્રિયા પરનો વિશ્વાસ મજબૂત રહેશે અને ટ્રાન્સપરન્સી જળવાઈ રહેશે.આ મુદ્દે ગુજરાત હાઇકોર્ટના રજિસ્ટ્રાર અશોક ઉકરાણીએ નિવેદન આપતા જણાવ્યું હતું કે ૨૬ ઓક્ટોબર ૨૦૨૦થી ફર્સ્‌ટ કોર્ટ પ્રોસિડીંગ ઓનલાઇન જાેવા મળી રહી છે. ઓપન કોર્ટ માટે ૨૦૧૮માં સુપ્રીમ કોર્ટે સ્વપ્નીલ ત્રિપાઠી વર્સીસ સુપ્રીમ કોર્ટમાં ચૂકાદો આપ્યો હતો. આ સંદર્ભે ગુજરાત હાઇકોર્ટના ચીફ જસ્ટિસ વિક્રમ નાથની ખંડપીઠનું જીવંત પ્રસારણ કરનારી દેશની પ્રથમ હાઇકોર્ટ બની છે. અત્યાર સુધીમાં ગુજરાત હાઇકોર્ટ યુટ્યુબ ચેનલને ૪૮ લાખ વ્યૂ મળ્યા છે.ફિઝિકલ કોર્ટ શરૂ થશે ત્યારે પણ લાઈવ સ્ટ્રિમિંગ ચાલુ રહેશે. નાગરિકો ઘરે બેઠા કોર્ટની તમામ કામગીરી, દલીલો, ચૂકાદા જાેઈ- સાંભળી શકશે.

આજે હાઇકોર્ટના ૧૮ કોર્ટ રૂમના સ્ટ્રીમિંગ દરમિયાન દરેક કોર્ટ રૂમને ૮૦ થી ૯૦ લોકો લાઈવ નિહાળી રહ્યા હતાં. ગુજરાત હાઈકોર્ટની યુટ્યુબ ચેનલના સબસ્ક્રાઈબર્સ પણ વધ્યા છે. જાેકે લોકો પીઆઇએલ જેવી મેટરની સુનવણી લાઈવ નીહાળવી વધારે પસંદ કરે છે. જેમાં વિદ્યાર્થીઓ કે કોઈ ધાર્મિક બાબતના કેસની સુનવણી હોય તો તેમાં લાઈવ વ્યુઅર ૩થી ૪ હજાર સુધી પહોંચી જતા હોય છે.

ગુજરાત હાઇકોર્ટના ચીફ જસ્ટિસે તેમની સમક્ષના કેસોની સુનાવણી પ્રાયોગિક ધોરણે ૨૬ ઓક્ટોબર ૨૦૨૦થી યુ-ટ્યુબ ઉપર લાઈવ શરૂ કરી હતી. ગુજરાત હાઇકોર્ટ તેની કાર્યવાહી ઓનલાઇન યુટ્યુબ ઉપર સ્ટ્રિમિંગ કરી રહી છે. ગુજરાત હાઇકોર્ટના ચીફ જસ્ટિસ વિક્રમનાથની અદાલત તેમની બેન્ચ સમક્ષના કેસો યુટ્યુબ ઉપર લાઈવ સ્ટ્રિમિંગ કરી રહી છે. કોરોના મહામારીના કારણે લોકડાઉન બાદ ગુજરાત હાઈકોર્ટમાં કેસોની વીડિયો કોન્ફરન્સ મારફતે સુનાવણી હાથ ધરવામાં આવી રહી છે. ત્યારે સુપ્રીમ કોર્ટના નિર્દેશ પ્રમાણે ગુજરાત હાઈકોર્ટની વીડિયો કોન્ફરન્સની સુનાવણી હવે લોકો યુટ્યુબ પર પણ જાેઈ શકે છે. પ્રાયોગિક ધોરણે ચીફ જસ્ટિસની કોર્ટની સુનાવણીનું યુટ્યુબ પર લાઈવ સ્ટ્રિમિંગ શરૂ કરાયું રહ્યું હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.