Western Times News

Gujarati News

અમદાવાદની જૂની વી.એસ. હોસ્પિટલનું ૧૦૦ કરોડનાં ખર્ચે નવીનીકરણ થશે

અમદાવાદ: અમદાવાદ ના દાણાપીઠ ખાતે સ્ટેન્ડિંગ કમિટી બેઠક યોજાઈ હતી.મેયર કિરીટ પરમાર, ડે. મેયર ગીતા પટેલ, સ્ટેન્ડીંગ કમિટી ચેરમેન હિતેશ બારોટ, ભાજપ નેતા ભાસ્કર ભટ્ટ તથા દંડક અરૂણસિંહ રાજપૂતની હાજરીમાં યોજાયેલી આ બેઠકમાં કેટલાક મહત્વના ર્નિણયો કરવામાં આવ્યા છે. આજે ૧૪ કરોડથી વધુના ખર્ચે શહેરના વિવિધ ઝોનમાં નવી ડ્રેનેજ લાઈન નાંખવા, સ્ટ્રોમ વોટર, ડ્રેનેજ લાઈન ડીસીલ્ટીંગ કરવા,

સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટના ઓપરેશન મેન્ટેનન્સ, સ્ટ્રોમ વોટર પંપીંગ સ્ટેશનોમાં મીકેનીકલ ઈલેક્ટ્રિકલ કામ, વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ માટે એલ્યુમિના ફેરીકની ખરીદી, વોટર ડિસ્ટ્રિબ્યુશન સ્ટેશનોમાં પાણીની લાઈનના નેટવર્ક નાખવા જેવા વોટર સપ્લાય અને સુઅરેજ કમિટીના કામો તથા મટીરીયલ મેનેજમેન્ટ પરચેઝ કમિટીના સોડીયમ હાઈપોક્લોરાઈટ સોલ્યુશન ખરીદીના કામને મંજૂરી આપવામાં આવી છે.આ સિવાય સેન્ટ્રલ મેડીકલ સ્ટોર્સ, વોટર સપ્લાય એન્ડ સુએજ કમિટી, મટીરીયલ મેનેજમેન્ટ કમિટી તેમજ હેલ્થ એન્ડ સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ કમિટીના કામોને મંજુરી આપવામાં આવી છે

શહેરના નવા પશ્ચિમ ઝોનના મક્તમપુરા, થલેતજ અને ગોતા વોર્ડમાં રૂા. ૩.૫૧ કરોડના ખર્ચે સ્ટ્રોમ વોટર / ડ્રેનેજ લાઇન ડીસીલ્ટીંગ કરવાના કાર્યોને મંજૂરી આપવામાં આવી છે. અ.મ્યુ. કોર્પોરેશનના એસ.ટી.પી. ખાતા હસ્તકના સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટો તેમજ દક્ષિણ ઝોનમાં આવેલ વોટર પંપીંગ સ્ટેશનોના ઓપરેશન તથા મેન્ટેનન્સના રૂા. ૨.૪૫ કરોડના કામોને મંજૂરી આપવામાં આવી.

અ.મ્યુ. કોર્પોરેશનના વોટર પ્રોડક્શન ખાતાના વિવિધ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટો માટે એલ્યુમિના ફેરિકની ખરીદી, વોટર પંપીંગ સ્ટેશન ખાતે આવેલા ક્લોરીન પ્લાન્ટની ઈલેક્ટ્રિક મીકેનીકલની કામગીરી તથા શહેરના છ ઝોન વિસ્તારના ડાયરેક્ટ સપ્લાયના બોરવેલથી અપાતા પાણી પૂરવઠા માટે સોડીયમ હાઈપોક્લોરાઈડ સોલ્યુશન ખરીદી માટે અંદાજે રૂા. ૩.૭૧ કરોડના કામોને મંજૂરી આપવામાં આવી છે. જ્યારે શહેરના નવા પશ્ચિમ ઝોનના ચાંદલોડીયા વોર્ડમાં નવા બનતા વોટર ડિસ્ટ્રીબ્યુશન પંપીંગ સ્ટેશનના ઇલેક્ટ્રિક મિકેનીકલ ઇક્વિપમેન્ટ તથા તેના મેન્ટેનન્સ માટે રૂા. ૩.૮૨ કરોડના કામને મંજૂરી આપવામાં આવી છે.

શહેરના દક્ષિણ ઝોનના મણિનગર વોર્ડમાં નવા વોટર ડિસ્ટ્રીબ્યુશન સ્ટેશનમાં પાણીની લાઈનના નેટવર્ક નાખવાના કામ માટે રૂા. ૭૧ લાખના કામને મંજૂરી આપવામાં આવી.જ્યારે દક્ષિણ પશ્ચિમ ઝોનના વેજલપુર વોર્ડમાં નવી ડ્રેનેજ લાઈન નાખવાના રૂા. ૪૦ લાખના કામને મંજૂરી આપવામાં આવી.અ.મ્યુ. કોર્પોરેશન સંચાલિત હોસ્પિટલોમાં સર્જીકલ ડ્રેસીંગ તેમજ કોટન વુલ ગ્રુપ અંગેની આઈટમો ખરીદીના ૧.૪૦ કરોડના કામોને મંજૂરી આપવામાં આવી છે

જ્યારે હેલ્થ મેલેરિયા વિભાગની વેક્ટર બોર્ન ડીસીઝ કંટ્રોલ પ્રોગ્રામ અંતર્ગત આઈ.આર.એસ.ની કામગીરીના કોન્ટ્રાક્ટને મંજરી આપવામાં આવી. અમદાવાદની ઓળખ એવી વીએસ હોસ્પિટલ અનેકવાર ચર્ચામાં રહી છે.વાડીલાલ સારાભાઈ હોસ્પિટલ અનેક શહેરીજનો માટે આશીર્વાદરૂપ બની છે ત્યારે વીએસ હોસ્પિટલનું હેરિટેજ બિલ્ડીંગ ફરી રીનોવેશન સાથે નવું બનવવાની એએમસી તૈયારી કરી રહી છે. ૧૦૦ કરોડના ખર્ચે આ હેરિટેજ બિલ્ડીંગને રીનોવેશન કરવા વીએસના ટ્રસ્ટીને એએમસીના નવા પદાધિકારીઓ મનાવવામાં સફળ રહ્યા હોય તેમ લાગી રહ્યું છે.વિપક્ષ સહિત અનેક શહેરીજનોની રજુઆત હતી

જૂની વીએસ હોસ્પિટલ ચાલુ કરવામાં આવે. સ્ટેન્ડિંગ કમિટીમાં આજે આ અંગે ચર્ચા કરવામાં આવી હતી.અમદાવાદની આ હોસ્પિટલ સરદાર વલ્લભભાઈ પટેલની યાદો સાથે જાેડાયેલી છે.ત્યારે નવારૂપ રંગ સાથે વીએસ હોસ્પિટલના સારવારના કયા નિયમો બનશે તે જાેવું રહ્યું.વર્ષ ૨૦૨૩ સુધી નાગરિકો માટે વીએસ હોસ્પિટલ બનીને તૈયાર થઈ જશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.