Western Times News

Gujarati News

રાજ-શિલ્પાને વધુ એક આંચકો-સચિન જાેષીએ શિલ્પા અને રાજ સામે છેતરપિંડીનો કેસ કર્યો હતો,

ગોલ્ડ સ્કેમ કેસમાં કોર્ટે સચિન જાેષીને સોનું સોપ્યું -સતયુગ ગોલ્ડ કંપનીએ તેની સાથે દગો કર્યો હોવાનો દાવો

મુંબઈ, પોર્નોગ્રાફી કેસમાં પોલીસ રિમાન્ડ પર રહેલા રાજ કુંદ્રાને વધુ એક ઝટકો લાગ્યો છે. લાંબી લડાઈ બાદ ગોલ્ડ સ્કેમ કેસમાં બોમ્બે હાઈકોર્ટે એક્ટર સચિન જાેષીને રાહત આપી છે. Actor-producer Sachin Joshi won the case against Raj Kundra, this is the case

જ્યારે રાજ કુંદ્રા અને એક્ટ્રેસ પત્ની શિલ્પા શેટ્ટીની મુશ્કેલીમાં ઉમેરો થયો છે. કોર્ટે સતયુગ ગોલ્ડ કંપની પાસેથી ખરીદવામાં આવેલું ૧ કિલો સોનું સચિન જાેષીને સોંપ્યું છે. જ્યારે કંપનીને ૩ લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. આ દંડ સચિને કાયદાકીય લડાઈ લડવા માટે કરેલા ખર્ચ પેટે છે.

ઉલ્લેખનીય છે કે, રાજ કુંદ્રા અને શિલ્પા શેટ્ટી સતયુગ ગોલ્ડ કંપનીના માલિક રહી ચૂક્યા છે. સચિન જાેષીએ શિલ્પા અને રાજ સામે છેતરપિંડીનો કેસ કર્યો હતો. સચિને પોતાની અરજીમાં કહ્યું હતું કે, સતયુગ ગોલ્ડ કંપનીએ તેની સાથે દગો કર્યો છે. આ ગોલ્ડ ટ્રેડિંગ કંપની છે અને શિલ્પા શેટ્ટી-રાજ કુંદ્રા તેના પૂર્વ માલિકો છે.

સચિને આ કંપનીની એક સ્કીમ હેઠળ ૧ કિલો સોનું ખરીદ્યું હતું. સચિને કહ્યું, મારી કાયદાકીય લડાઈ સતયુગ ગોલ્ડના ઘણાં રોકાણકારોનું પ્રતિનિધિત્વ કરતી હતી. ઘણાં લોકોએ સ્કીમ અંતર્ગત ઓછા ભાવે સોનું ખરીદ્યું હતું. આ સોનું અમને ક્યારેય મળ્યું જ નહીં. સચિનના કહેવા અનુસાર, તેણે ૨૫ માર્ચ ૨૦૧૪માં સતયુગ ગોલ્ડને ૧૮ લાખ ૫૭ હજાર ૮૭૦ રૂપિયા ચૂકવ્યા હતા. ત્યારબાદ કંપનીએ તેને ૨૫.૫૦ લાખ રૂપિયાનો દંડ ભરવાનો કહ્યો હતો

જેથી ગોલ્ડ લઈ શકે. સચિને આગળ કહ્યું, મેં કંપનીને ૧૮.૫૭ લાખથી વધુની રકમ ચૂકવી હતી. તેમ છતાં ૬ વર્ષ પછી મને કહેવામાં આવ્યું કે, મારે ૨૫ લાખ રૂપિયા ભરવા પડશે. તમે કલ્પના કરી શકો છો કે એક સામાન્ય વ્યક્તિ જેણે પોતાની મહેનતની કમાણીથી આ સ્કીમમાં રોકાણ કર્યું હશે એ વિચારીને કે એક સેલિબ્રિટી કંપનીના ચેરમેન છે ત્યારે તેને હાલત શું થઈ હશે.

મને એવું લાગ્યું કે મારી સાથે વિશ્વાસઘાત થયો. પછી મને થયું કે આની સામે અવાજ ઉઠાવવો જાેઈએ કારણકે આ ખોટું છે. બની શકે કે હું અન્ય લોકો માટે આશાનું કિરણ સાબિત થઉં. જાેકે, કોર્ટે આ મામલે સતયુગ ગોલ્ડને આદેશ આપ્યો હતો કે, તેઓ બોમ્બે હાઈકોર્ટના પ્રોટોનરી અને સીનિયર માસ્ટર પાસે એક કિલો સોનું જમા કરાવી દે.

કોર્ટે સોનું પોતાની પાસે રાખ્યું અને કોર્ટના સ્ટ્રોંગ રૂમમાં સીલ કરી દીધું. સચિન જાેષી એક્ટર હોવા ઉપરાંત બિઝનેસમેન છે. તે વિદેશમાં હોવાથી તેના વકીલે કોર્ટને વિનંતી કરી કે સોનું સચિનના પ્રતિનિધિને સોંપી દેવામાં આવે. કોર્ટમાં કાર્યવાહી દરમિયાન સોનાનું વજન કર્યું તો ૧.૦૨૨ કિલોગ્રામ થયું.

૭ સપ્ટેમ્બર ૨૦૨૦ના રોજ સોનાને બેંક ઓફ ઈન્ડિયાની તિજાેરીમાં મૂકવામાં આવ્યો હતું. સચિન જાેષીએ આ પહેલા મુંબઈના ખાર પોલીસ સ્ટેશનમાં કલમ ૪૦૬,૪૦૯ અને ૪૨૦ અંતર્ગત ફરિયાદ કરી હતી. જેમાં તેણે કહ્યું હતું કે, રાજ કુંદ્રા અને શિલ્પા શેટ્ટી કંપનીના માલિક હોવાનું જાણીને સતયુગ ગોલ્ડમાં રૂપિયા રોક્યા હતા.

જાેકે, ૬ વર્ષ બાદ તેની સાથે કથિત રીતે છેતરપિંડી થઈ હતી. સચિન જાેષીને પૂછવામાં આવ્યું કે, આ કેસમાં અત્યાર સુધી કેમ ચૂપ રહ્યા? ત્યારે તેણે જવાબ આપ્યો કે, “ઘણાં આરોપ લાગ્યા હતા. ૧૮ લાખ ૫૭ હજાર ૮૭૦ રૂપિયાનું સોનું ખરીદ્યા બાદ તે મેળવવા માટે અમને ૨૫ લાખ રૂપિયા અલગથી ચૂકવવાનું કહેવાયું હતું.

આખી વાત ત્યારે પલટાઈ જ્યારે અમે તેમની પાસે સોનું માગ્યું. તેમણે અનમોલ જ્વેલર્સ પાસેથી સોનું ખરીદ્યું અને તેનું બિલ પણ સાથે જાેડ્યું હતું. આનો અર્થ એ જ થાય છે કે, તેમણે ક્યારેય સોનું ખરીદ્યું નહોતું અને કદી સંગ્રહ પણ નહોતો કર્યો તો પછી સ્ટોરેજ ફી કેમ લીધી? આનો અર્થ સ્પષ્ટ છે કે, રાજ કુંદ્રા અને સતયુગ ગોલ્ડ પાસે ક્યારેય સોનું હતું જ નહીં.

આ ઉપરાંત શિલ્પા શેટ્ટીએ સચિન જાેષી સામે ચેક બાઉન્સ થયાનો કેસ કર્યો હતો. આ મુદ્દે જવાબ આપતા સચિન જાેષીએ કહ્યું, અમને અમારું ૧ કિલો સોનું અને ૩ લાખ રૂપિયા કાયદાકીય કાર્યવાહી પાછળ થયેલા ખર્ચ પેટે મળ્યા છે. ચેક બાઉન્સના કેસની વાત છે તો અમે એ પણ જીતી જઈશું કારણકે ચેકને રોકી દેવાયો હતો, બાઉન્સ નહોતો થયો.

મને તેમની કામ કરવાની રીત પર શંકા ઉપજી હતી માટે જ ચેક અટકાવ્યો હતો. જાેકે, મને ખુશી છે કે રાજ કુંદ્રાને તેના કર્મોની સજા મળી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.