Western Times News

Gujarati News

ટોક્યોમાં ભારતનો હોકીમાં ન્યૂઝીલેન્ડ સામે ૩-૨થી વિજય

ઓલિમ્પિક પદક જીતવાનો પ્રયાસ કરનારી ભારતીય ટીમે અપેક્ષા પ્રમાણે પ્રદર્શન કરતા ગ્રુપ-એનો મુકાલબો જીતી લીધો

ટોક્યો, ભારતીય હોકી ટીમે ટોક્યોમાં જીતથી શરૂઆત કરી છે. એક ગોલથી પાછળ રહ્યા બાદ વાપસી કરતા ભારતીય પુરુષ હોકી ટીમે ગોલકીપર પીઆર શ્રીજેશના શાનદાર પ્રદેશનની મદદથી ન્યૂઝીલેન્ડને ૩-૨થી હાર આપી છે. આ સાથે જ ટીમ ટોક્યો ઓલિમ્પિકમાં જીત સાથે શરૂઆત કરી છે.

છેલ્લા ચાર દશકામાં ઓલિમ્પિક પદક જીતવાનો પ્રયાસ કરનારી ભારતીય ટીમે અપેક્ષા પ્રમાણે પ્રદર્શન કરતા ગ્રુપ-એનો આ મુકાલબો જીતી લીધો છે. અનેક વીડિયો રેફરલ સાથે રમવામાં આવેલી આ મેચમાં આખરી મિનિટોમાં ન્યૂઝીલેન્ડને પેનલ્ટી કોર્નર મળ્યો હતો, જેને શ્રીજેશે ગોલમાં બદલવા દીધી ન હતો.

ન્યૂઝેલેન્ડે માટે છઠ્ઠી મિનિટે પેનલ્ટી કોર્નર વિશેષજ્ઞ કેન રસેલે ગોલ કર્યો હતો. ભારત માટે રૂપિન્દર પાલ સિંહે ૧૦મી મિનેટે પર પેનલ્ટી સ્ટ્રોક પર ગોલ કર્યો હતો. ડ્રેગ ફ્લિપર હરમનપ્રીત સિંહે ૨૬મી અને ૩૩મી મિનિટે ગોલ કર્યો હતો. ન્યૂઝીલેન્ડે બીજાે ગોલ ૪૩મી મિનિટ પર સ્ટીફન જેનિસે કર્યો હતો. હોકીમાં ભારતને ૧૯૮૦ પછી કોઈ મેડલ નથી મળ્યો.

ભારતીય હોકી ટીમ ૨૫મી જુલાઈના રોજ ઓસ્ટ્રેલિયા સામે બીજી મેચ રમશે. ઓસ્ટ્રેલિયાએ પણ જીત સાથે રમતની શરૂઆત કરી છે. ટીમે યજમાન જાપાનને ૫-૩થી હાર આપી હતી. ગ્રુપ-એમાં ભારત, ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ, આર્જેન્ટીના, સ્પેન અને જાપાન છે. જ્યારે ગ્રુપ-બીમાં બેલ્જિયમ, કેનેડા, જર્મની, બ્રિટન, નેધરલેન્ડ અને જર્મન છે.

બંને ગ્રુપની ટોપ ટીમને ક્વાર્ટર ફાઇલમાં જગ્યા મળશે. હૉકીમાં ગ્રુપ સ્ટેજની રમત ૨૪મી જુલાઈથી શરૂ થઈ છે. ગ્રુપ સ્ટેજની મેચો ૩૦મી સુધી ચાલશે. ૧ ઓગસ્ટથી નૉકઆઉટ રાઉન્ડ શરૂ થશે.

ક્વાટર ફાઇનલ પહેલી ઓગસ્ટના રોજ, ત્રીજી ઓગસ્ટના રોજ સેમીફાઇનલ જ્યારે ફાઇનલ પાંચમી ઓગસ્ટના રોજ યોજાશે. ૨૦૧૬ના રિયો ઓલિમ્પિકની વાત કરવામાં આવે તો આર્જેન્ટીનાએ ગોલ્ડ મેડલ, બેલ્જિયમે સિલ્વર અને જર્મનીએ બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.