Western Times News

Gujarati News

ત્રણ ખેલાડી ઈજાને લીધે ઈંગ્લેન્ડ પ્રવાસમાંથી બહાર

પૃથ્વી શો અને સૂર્યકુમાર સબસ્ટિટ્યૂટ તરીકે જાેડાશે -શુભમન ગિલ, વોશિંગટન સુંદર અને આવેશ ખાન ઈજાને કારણે બહાર થઈ ગયા, ટેસ્ટ સિરીઝ ૪ ઓગસ્ટથી શરૂ થશે

નવી દિલ્હી ,  પૃથ્વી શો અને સૂર્યકુમાર યાદવ ઈંગ્લેન્ડના પ્રવાસમાં ભારતીય ટીમ સાથે જવા તૈયાર છે. સૂર્યકુમાર યાદવને પ્રથમવાર ટેસ્ટ ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. આ બંને ખેલાડી સબ્સિટ્યૂટ ખેલાડી તરીકે ઈંગ્લેન્ડ રવાના થશે. ભારતીય ટીમ મેનેજમેન્ટે ત્રણ ખેલાડીઓ ઈજાને કારણે બહાર થતા સબ્સિટ્યૂટ ખેલાડીઓની માંગ કરી હતી.

શુભમન ગિલ, વોશિંગટન સુંદર અને આવેશ ખાન ઈજાને કારણે બહાર થઈ ગયા છે. ટેસ્ટ સિરીઝ ૪ ઓગસ્ટથી શરૂ થશે.
શુભમનને ન્યૂઝીલેન્ડ સામે વર્લ્‌ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઇનલ દરમિયાન પગમાં ઈજા થઈ હતી, જ્યારે આવેશ ખાન કાઉન્ટી ઇલેવન વિરુદ્ધ પ્રેક્ટિસ મેચ દરમિયાન ઈજાગ્રસ્ત થયો હતો.

વોશિંગટન સુંદરની આંગળીમાં થઈ થઈ છે. ઓફ સ્પિનર જયંત યાદવે પણ વોશિંગટન સુંદરના સ્થાને બ્રિટન જવાનું હતું પરંતુ હાલ જાણકારી મળી છે કે પૃથ્વી શો અને સૂર્યકુમારને ઈંગ્લેન્ડ મોકલવામાં આવશે.

બીસીસીઆઈના એક વરિષ્ઠ અધિકારીએ તેની પુષ્ટિ કરી છે. તેમણે કહ્યું- હાં, પૃથ્વી અને સૂર્યકુમાર શ્રીલંકાથી બ્રિટન જઈ રહ્યા છે. જયંતે પણ જવાનું હતું પરંતુ ક્વોરેન્ટીન જરૂરીયાતોને કારણે યોજનામાં પરિવર્તન થયું છે. જયંત હવે જઈ રહ્યો નથી. બંને ખેલાડી કોલંબોથી લંડનમાં બબલથી બબલ જશે. આ બંને ખેલાડી ટી૨૦ સિરીઝ દરમિયાન અથવાવ સિરીઝ પૂર્ણ થયા બાદ જશે.

તેમણે કહ્યું, આ ખેલાડી ઈંગ્લેન્ડમાં ટેસ્ટ સિરીઝ માટે અમારા રિપ્લેસમેન્ટ ખેલાડી છે. આ ત્રણ ટી૨૦ આંતરરાષ્ટ્રીય બાદ રવાના થઈ શકે છે પરંતુ ત્રણ દિવસમાં તેની પુષ્ટિ થશે. શોના ફોર્મે ટીમ મેનેજમેન્ટને પ્રભાવિત કર્યા અને મયંક અગ્રવાલનું હાલનું ફોર્મ સારૂ નથી. પરંતુ ક્વોરેન્ટાઇન નિયમોને કારણે તે સ્પષ્ટ નથી કે સૂર્યકુમાર અને શો ક્વોરેન્ટીન પીરિયડ પૂરો કર્યા પહેલા ટીમ સાથે જાેડાઈ શકશે કે નહીં.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.