Western Times News

Gujarati News

આફ્રિકા સામે રાહુલને પડતો મુકાયો : શુભમ ગીલનો સમાવેશ

નવી દિલ્હી :  પ્રવાસી દક્ષિણ આફ્રિકા સામેની ત્રણ ટેસ્ટની સીઝજ માટે ભારતીય ટીમને ૧૫ ખેલાડીની જાહેરાત કરવામાં આવી છે, જેમાં ઓપનર કે એલ રાહુલને પડતો મૂકવામાં આવ્યો છે જેના સ્થાને શુભમ ગીલનો સમાવેસ કરવામાં આવ્યો છે વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસે ગયેલ ટીમમાં આ એક માત્ર ફેરફાર છે.

ગાંધી – મંડેલા ટ્રોફીની પ્રથમ ટેસ્ટ બીજી ઓક્ટોબરે વિશાખા પટ્ટનમ ખાતે રમાશે. બીજી ટ્રેસ્ટ ૧૦ ઓક્ટોબરે પૂના, ત્રીજી ટેસ્ટ ૧૯ ઓક્ટોબરે રાચી ખાતે રમાશે તે પહેલા ભારત દક્ષિણ આફ્રિકા વચ્ચે ત્રણ ટી -૨૦ મેચ રમાશે. જેમાં મહેન્દ્ર સિંહ ધોનીને પડતો મુકવામાં આવ્યો છે આતરીકનું માનીયે ધોની આજ કે મોડી રાત્ર સુધીમા નિવૃત્તી જાહેર કરી શકે છે.

જ્યારે આફ્રિકા સામે ત્રણ દિવસીય મેચમાં બોલ પ્રેસીડન્ટ ઈલેવન ટીમ પણ જાહેર કરવામાં આવી છે. જેમાં રોહિત શર્માને કેપ્ટન જાહેર કરવામાં આવ્યુ છે. ભારતીય ટીમ  : વિરાટ કોહલી (કેપ્ટન), મયંક અગ્રવાલ, રોહિત શર્મા, ચેતેશ્વર પૂજારા, અજિંક્ય રહાણે (વીસી), હનુમા વિહારી, ઋષભ પંત (વિકેટકીપર), રિદ્ધિમાન સાહ (વિકેટકીપર), આર અશ્વિન, રવિન્દ્ર જાડેજા, કુલદીપ યાદવ, મોહમ્મદ શમી, જસપ્રિત બુમરાહ , ઇશાંત શર્મા, શુભમ ગિલ.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.