Western Times News

Gujarati News

માલવણ હાઇવે પરથી વિદેશીદારૂની ૧૭૪૦ બોટલો સાથે ટ્રક ઝડપાઇ

સુરેન્દ્રનગર: બજાણા પીએસઆઇ સહિતના પોલિસ સ્ટાફે બાતમીના આધારે માલવણ હાઇવે પર રામદેવ દર્શન હોટલના મેદાનમાંથી વિદેશી દારૂની ૧૭૪૦ બોટલો સાથે ટ્રક ઝડપી પાડી હતી. બજાણા પોલિસે આ દરોડામાં વિદેશી દારૂ, મોબાઇલ અને ટ્રક મળી રૂ. ૧૩.૨૦ લાખના મુદામાલ સાથે રાજસ્થાનના શખ્સને ઝબ્બે કરી કાર્યવાહી હાથ ધરી છે.

ધ્રાંગધ્રા ડીવાયએસપી આર.બી.દેવધાના માર્ગદર્શન નીચે બજાણા પીએસઆઇ વી.એન.જાડેજા સહિતના પોલિસ સ્ટાફે બાતમીના આધારે છટકુ ગોઠવીને, માલવણ-ધ્રાંગધ્રા હાઇવે પર પેટ્રોલીંગ દરમિયાન અખીયાણા-પીપળી ચોકડી ઉપર આવેલી રામદેવ દર્શન હોટલના મેદાનમાં ઉભેલી ટાટા કંપનીની ટ્રક નંબર ઇત્ન-૦૪-ય્મ્-૩૬૮૬ના રાજસ્થાન બાડમેર જીલ્લાના જુણેજાેકી બસ્તીના ચાલક ઇસાખાન યાકુબભાઇ જુણેજા ( મુસલમાન ) ૩૦ વર્ષને પકડીને ટ્રકની સઘન તલાશી લેતા, ટ્રકમાં ભરેલા લિગ્નાઇટની આડમાં ગેરકાયદેસર પાસ પરમીટ વગર પરપ્રાંતિય ભારતીય બનાવટની જુદી જુદી બ્રાન્ડની વિદેશી દારૂની બોટલો નંગ ૧૭૪૦, કિંમત રૂ. ૩,૧૫,૬૦૦, એક એડ્રોઇડ મોબાઇલ કિંમત રૂ. ૫,૦૦૦ અને દારૂ ભરેલા જથ્થા સાથેની ટ્રક, કિંમત રૂ. ૧૦,૦૦,૦૦૦ મળી કુલ રૂ. ૧૩,૨૦,૬૦૦ના મુદામાલ સાથે ઝબ્બે કરી આ કેસના મૂળ સુધી પહોંચવાના ચક્રો ગતિમાન કર્યા છે.

બજાણા પોલિસના દારૂ અંગેના આ દરોડામાં પીએસઆઇ વી.એન.જાડેજા, અજયસિંહ ઝાલા, સુરેશભાઇ મુંધવા, ભરતદાન ટાપરીયા સહિતનો બજાણા પોલિસ સ્ટાફ સાથે હાજર હતો. આ કેસની વધુ તપાસ બજાણા પીએસઆઇ વી.એન.જાડેજા ચલાવી રહ્યાં છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.