Western Times News

Gujarati News

બેન્ક ડૂબવા પર પાંચ લાખ સુધીની રકમ ડિપોઝિટર્સને ૯૦ દિ’માં મળશે

નવી દિલ્હી: બેન્ક ડૂબવા પર હવે ડિપોઝિટર્સને ૯૦ દિવસની અંદર ૫ લાખ રૂપિયા સુધીની રકમ મળવાની પ્રક્રિયા પૂરી થઈ જશે. આ ર્નિણય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં યોજાયેલી કેન્દ્રીય મંત્રીમંડળની બેઠકમાં લેવામાં આવ્યો છે. તે માટે મંત્રીમંડળે ડિપોઝિટ ઇન્શ્યોરન્સ એન્ડ ક્રેડિટ ગેરંટી કોર્પોરેશન (ડીઆઈસીજીસી) એક્ટમાં સંશોધનને મંજૂરી આપી દીધી છે.
મહત્વનું છે કે કોઈ બેન્કના નાદાર થવા અથવા તેનું લાયસન્સ રદ્દ થવા પર તેમાં જમા ડિપોઝિટની ૫ લાખ રૂપિયા સુધીની રકમ સુરક્ષિત થઈ જાય છે, પછી ભલે તેમાં જમા રકમ ગમે એટલી કેમ ન હોય. પહેલા આ લિમિટ ૧ લાખ રૂપિયા હતી, પરંતુ સરકારે તેને વધારી પાંચ લાખ કરી દીધી છે.

બેઠક બાદ નાણા મંત્રી ર્નિમલા સીતારમને આ ર્નિણયની જાણકારી આપતા કહ્યુ કે, હવે કોઈ બેન્ક નાદાર થવા કે તેનું લાયસન્સ રદ્દ થવા પર  દ્વારા કોઈ પ્રતિબંધ લાગવા પર ૯૦ દિવસની અંદર ડિપોઝિટરને તેની ૫ લાખ રૂપિયા મળવાની પ્રક્રિયા પૂરી થઈ જશે. બેન્કમાં ડોપોઝિટરની ૫ લાખ રૂપિયા સુધીના જમા પર સુરક્ષાની ગેરંટી, ડિપોઝિટ ઇન્શ્યોરન્સ ક્રેડિટ ગેરંટી કોર્પોરેશન તરફથી હોય છે. આ પાંચ લાખ રૂપિયાની લિમિટમાં એક ડિપોઝિટરની એક બેન્કની બધી શાખાઓમાં રહેલા જમા કાઉન્ટ હોય છે.

દરેક ડિપોઝિટરની દરેક બેન્કમાં ૫ લાખ સુધીની સુરક્ષિત જમામાં મૂળ ધન અને વ્યાજ બંને સામેલ હોય છે.
ડીઆઈસીજીસી બધી બેન્ક ડિપોઝિટ્‌સને કવર કરે છે. તેમાં કોમર્શિયલ બેન્ક, વિદેશી બેન્કોની ભારતમાં રહેલી બ્રાન્ચો, સ્મોલ ફાઇનાન્સ બેન્ક, કો-ઓપરેટિવ બેન્ક, પેમેન્ટ બેન્ક વગેરે બેન્ક કવર કરે છે. સીતારમને કહ્યું કે, દરેક બેન્કમાં વાસ્તવમાં જમા રકમના ૧૦૦ રૂપિયા માટે ૧૦ પૈસાનું પ્રીમિયમ પ્રાપ્ત થતું હતું. તેને વધારી ૧૨ પૈસા કરવામાં આવી રહ્યું છે. આ કોઈપણ સમયે પ્રતિ ૧૦ રૂપિયા માટે ૧૫ પૈસાથી વધુ ન હોવું જાેઈએ.

આગળ કહ્યું કે, ડીઆઈસીજીસી બિલ ૨૦૨૧ હેઠળ, બધા જમાઓને ૯૮.૩ ટકા કવર કરવામાં આવશે અને જમા મૂલ્યના સંદર્ભમાં, ૫૦.૯ ટકા જમા મૂલ્યને કવર કરવામાં આવશે. વૈશ્વિક જમા મૂલ્યની મર્યાદા ખાતોના માત્ર ૮૦ ટકા છે. અહીં જમા મૂલ્યને માત્ર ૨૦-૩૦% કવર કરે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.