Western Times News

Gujarati News

પાક.માં કટ્ટરપંથીઓએ વધુ એક મંદિરમાં તોડફોડ કરી

ઇસ્લામાબાદ: પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં કટ્ટરપંથીઓએ હિન્દુઓના વધુ એક મંદિરમાં તોડફોડ કરી છે. દિવસ દરમિયાન મંદિર ઉપર થયેલા કાયરતાપૂર્ણ હુમલાનો વીડિયો પણ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં કટ્ટરપંથીઓની ભીડ મંદિરમાં તોડફોડ કરતી જાેવા મળી રહી છે. પાકિસ્તાની સોશિયલ મીડિયા યૂઝર્સ અનુસાર આ ઘટના પંજાબ પ્રાંતના રહીમ યાર ખાનની પાસે સ્થિત ભોંગ શહેરની હોવાનું સામે આવ્યું છે. પંજાબના ભોંગ શહેરમાં આવેલા ગણેશ મંદિરમાં કટ્ટરપંથીઓએ આતંક મચાવ્યો.

તેમણે ન માત્ર મૂર્તિઓને ખંડિત કરી, પરંતુ મંદિરમાં લાગેલા ઝૂમર, કાચ જેવી સામાનોને પણ તોડી નાખ્યો છે. આ દરમિયાન મંદિર પરિસરમાં કટ્ટરપંથીઓનું ટોળુ હાજર હતું. મોટી વાત છે કે પહેલાના મામલાની જેમ આ મામલામાં હજુ સુધી કોઈની ધરપકડ કરવામાં આવી નથી. ઇમરાન ખાનની પાર્ટી પીટીઆઈના નેતા અને યુવા હિન્દુ પંચાયત પાકિસ્તાનના સંરક્ષક જય કુમાર ધીરાનીએ ટ્‌વીટ કરી આ ઘટનાની નિંદા કરી છે. તેમણે લખ્યું કે જિલ્લામાં ભોંગ શરીફમાં મંદિર પર થયેલા હુમલાની નિંદા કરુ છું.

આ હુમલો પ્રેમાળ પાકિસ્તાન વિરુદ્ધ ષડયંત્ર છે. મેં અધિકારીઓને દોષીતોને સજા આપવાની વિનંતી કરુ છું. પાકિસ્તાનમાં કોરોના વાયરસ લૉકડાઉન દરમિયાન હિન્દુ અને ઈસાઈ યુવતીઓનું ખુબ ધર્માંતરણ થયું છે. પાકિસ્તાની માનવાધિકાર કાર્યકર્તાઓએ ચિંતા વ્યક્ત કરતા કહ્યું કે આ કારણે અલ્પસંખ્યકોના મનમાં અસુરક્ષાની ભાવના ઝડપથી વધી રહી છે. ઇમરાન ખાનની સરકારમાં પોલીસના નબળા વલણને કારણે અને કાયદો કડક ન હોવાને કારણે કટ્ટરપંથીઓના ઇરાદા મજબૂત થઈ ગયા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.