Western Times News

Gujarati News

ભારતીને પડતી મૂકી નોરા પાછળ ફોટોગ્રાફર્સ દોડ્યા

મુંબઈ: પોપ્યુલર કોમેડિયન ભારતી સિંહને હવે કદાચ કોઈ ઓળખાણની જરૂર નથી, કારણ કે તે પોતાના શ્રેષ્ઠ કામ માટે જાણીતી છે. ભારતી સિંહ હંમેશાથી પોતાના કોમિક ટાઈમિંગથી લોકોના દિલ જીતતી આવી છે. ભારતી સિંહનું સેન્સ ઓફ હ્યુમર માત્ર તેના ફેન્સ કે શો માટે જ પૂરતું નથી, પરંતુ જ્યારે ફોટોગ્રાફર્સ તેની આસપાસ હોય છે ત્યારે પણ તે તેમની સાથે મજાક-મસ્તી કરતી રહે છે. ભારતી સિંહ હાલ પતિ હર્ષ લિંબાચિયા સાથે ડાન્સ રિયાલિટી શો ‘ડાન્સ દીવાને’ હોસ્ટ કરી રહી છે.

શોના સેટ બહારનો તેનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે, જે તમને પેટ પકડીને હસવા માટે મજબૂર કરી દેશે. વાત એમ છે કે, ભારતી સિંહ જ્યારે પોતાની વેનિટી વેનમાં જઈ રહી હતી ત્યારે ફોટોગ્રાફર્સ તેને ઘેરી વળ્યા હતા, તો કોમેડિયન પણ ફ્લાઈંગ કિસ આપીને પોઝ આપવા લાગી હતી. જાે કે, આ દરમિયાન કંઈક એવું થયું કે તે ગુસ્સે થઈ ગઈ હતી. ભારતી સિંહનો વીડિયો બોલિવુડ સેલિબ્રિટી ફોટોગ્રાફર વિરલ ભાયાણીએ ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર શેર કર્યો છે. જેમાં જાેઈ શકાય છે, ભારતી સિંહે બ્લેક કલરનું ગાઉન પહેર્યું છે

તે વેનિટી વેનમાં જવાનો પ્રયાસ કરી રહી છે. આ દરમિયાન એક ફોટોગ્રાફર ‘નોરા આવી નોરા આવી’ તેમ બૂમો પાડવા લાગે છે. અચાનક બૂમ સાંભળીને પહેલા તો ભારતી થોડી ડઘાઈ જાય છે અને પડતા પડતા બચી જાય છે. વીડિયોમાં કેટલાક ફોટોગ્રાફરને ભારતી સિંહને પડતી મૂકીને નોરા ફતેહી પાછળ ભાગતા પણ જાેઈ શકાય છે. આમ જાેઈને એક ફોટોગ્રાફર જાેર-જાેરથી હસે છે. તેને જાેઈને ભારતી ગુસ્સે થાય છે

કહે છે ‘જાઓ અહીંયાથી’. બાદમાં તે રડવા જેવો ચહેરો બનાવે છે અને વેનમાં જતી રહે છે. ડાન્સ દિવાને ૩ના ગત બે એપિસોડમાં પણ માધુરી દીક્ષિતની ગેરહાજરીમાં નોરા ફતેહીએ સ્પેશિયલ ગેસ્ટ જજની ખુરશી સંભાળી હતી. જેમાં તે ફિલ્મ ‘દેવદાસ’નો લૂક ધારણ કર્યો હતો. આ એપિસોડમાં જાવેદ અખ્તર પણ હાજર રહ્યા હતા. શો દરમિયાન નોરા ફતેહીના કિલર ડાન્સ મૂવ્સ પણ જાેવા મળ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.