Western Times News

Gujarati News

૩૦% સ્વાસ્થ્ય કર્મીઓના શરીરમાં એન્ટિબોડી ઘટી ગઈ

અમદાવાદ: કોઈ વ્યક્તિને કોરોના થયો હોય અથવા તો તેણે કોરોનાની રસી લીધી હોય તો તેના શરીરમાં એન્ટી બોડી તૈયાર થાય છે. કોરોનાની ત્રીજી લહેરનો સામનો કરવા માટે એન્ટીબોડીને મહત્વનું હથિયાર માનવામાં આવી રહ્યું છે. આ સિવાય જાે શરીરમાં એન્ટીબોડી હશે તો કોરોના સંક્રમિત વ્યક્તિની સ્થિતિ ગંભીર નહીં થાય. સંશોધકો કોરોના અને એન્ટીબોડી પર હજી પણ અભ્યાસ કરી રહ્યા છે. સ્થાનિક ધોરણે કરવામાં આવેલા એક અભ્યાસમાં સામે આવ્યું છે કે રસીકરણ કરવામાં આવેલ ૩૦ ટકા સ્વાસ્થ્ય કર્મચારીઓના શરીરમાં ત્રણ મહિનામાં એન્ટીબોડી ઓછી થઈ ગઈ છે. નોંધનીય છે

૫૫ ટકા લોકોમાં લોહીમાં એન્ટીબોડીના સ્તરમાં વધારો થયો છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સંચાલિત હોસ્પિટલ છૐઝ્રસ્ઈ્‌ મણિનગર અને  એલિસબ્રિજ દ્વારા કરવામાં આવેલ એક અભ્યાસ અનુસાર, અન્ય લોકોની સરખામણીમાં કોરોનાના દર્દીઓના પરિવારના સભ્યોમાં સીરોપોઝિટિવિટી વધારે પ્રમાણમાં જાેવા મળી છે. પાછલા વર્ષે ઓક્ટોબર મહિનામાં થયેલા સીરો સર્વેના આધારે કરવામાં આવેલા અભ્યાસ પરથી જાણવા મળ્યું છે કે, સંપર્કમાં આવેલા અન્ય લોકોની સરખામણીમાં કોરોનાના દર્દીઓના પરિવારજનોમાં ૨૮.૮ ટકા સીરોપોઝિટિવિટી જાેવા મળી છે. આ સર્વે દ્વારા એકંદરે ૨૬ ટકા સીરોપોઝિટિવિટી મળી હતી.

જર્નલ ઓફ હેલ્થ સાયન્સ એન્ડ મેડિકલ રિસર્ચના અંકમાં આ શોધ પ્રકાશિત કરવામાં આવી છે. રસીકરણ પછી શરીરમાં એન્ટીબોડિ વિકસિત થવા બાબતે ડોક્ટર ભાવિની શાહે જણાવ્યું કે, તેમણે ૫૦૦ રસીકરણ થયેલા તબીબો, નર્સો, પેરામેડિકલ સ્ટાફ અને અન્ય લોકોની પસંદગી કરી હતી. આ ૫૦૦ લોકોના સેમ્પલ લેવામાં આવ્યા હતા. રસીના બન્ને ડોઝ લીધાના એક મહિના પછી ફરી એકવાર સેમ્પલ લેવામાં આવ્યા હતા અને તેના બે મહિના પછી ફરીથી સેમ્પલ લેવામાં આવ્યા હતા. ૫૫ ટકા લોકોના લોહીમાં એન્ટીબોડીના સ્તરમાં વધારો જાેવા મળ્યો હતો. આ એન્ટીબોડીની પ્રકૃત્તિ આઈજીજી હોય છે. અન્ય ૧૫ ટકા નમૂનાઓમાં રસીના પ્રથમ અને બીજા ડોઝ દરમિયાન એન્ટીબોડીના સ્તરમાં નોંધપાત્ર બદલાવ નથી જાેવા મળ્યો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.