Western Times News

Gujarati News

વિજાપુરના વિવિધ માર્ગો ઉપર રખડતા ઢોરોને કારણે વાહનચાલકો પરેશાન

પ્રતિકાત્મક

વિજાપુર, વિજાપુર શહેરના વિવિધ જાહેર માર્ગો ઉપર ફરીવાર રખડતા ઢોરોની ગાયો કુતરાઓની દિવસ-રાત દરમ્યાન સમસ્યાએ માથું ઉંચકયું છે. ખાસ કરીને દિવસે-રાત્રે વાહન વ્યવહારથી સતત ધમધમતા રહેતા ચક્કરથી આનંદપુરા તરફ જતા હિંમતનગરથી મહેસાણા તરફ સુધીનો હાઈવે તેમજ વિજાપુર-વિસનગર તરફ જતા રોડ પર આડેધડ ફરતા ઢોરોને ગાયો તેમજ કૂતરાઓના કારણે વાહનચાલકો પારાવાર હાલાકીનો ભોગ બની રહ્યાં છે.

ગત રોજ આખલા લડતા ત્રણ લોકોને ઘાયલ કરવામાં આવ્યા હતા તેમજ પસાર થતી કાર ઉથલી પડતા બચી જવા પામી હતી તેમ છતાંયે આ સમસ્યાના નિરાકરણ લાવવામાં નગરપાલિકા તંત્ર સાવ ઉણું ઉતર્યું હોવાની પ્રતિતી લોકોને થઈ રહી છે.

હાઈકોર્ટના નિર્દેશ અનુસાર શહેરોમાં જાહેર રસ્તાઓ પર રખડતા ઢોરોને પકડવા સ્થાનિક તંત્ર દ્વારા કામગીરી કરી શકે છે, પરંતુ શહેરમાં પાલિકા તંત્રએ રખડતા ઢોરોની સમસ્યાનો કાયમી ઉકેલ લાવવામાં હજુ સુધી સફળતા મેળવી શકી નથી.

શહેરમાં આવેલા મોટાભાગના રસ્તાઓ પર રખડતા ગાયો, કૂતરાઓ વગેરે ઢોરનો ત્રાસ ઠેરનો ઠેર રહેવા પામ્યો છે. શહેરમાં શાકમાર્કેટ બસ ડેપો ચક્કર સુધીના રોડ પર વહેલી સવારથી મોડી રાત સુધી રખડતા ઢોરોનો અડીંગો જાેવા મળે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.