Western Times News

Gujarati News

ખેડબ્રહ્મા સ્ટેટ બેંક કર્મચારીના ઉદ્ધત વર્તનથી લોકો પરેશાન

(પ્રતિનિધિ) ખેડબ્રહ્મા, ખેડબ્રહ્મા સ્ટેટ બેંકમાં તાજેતરમાં એક તલાટી પૈસા ઉપાડવા ગયેલ તેમની સાથે બેંકના કર્મચારીએ અક્ષમ્ય વર્તન કરી ચેકના નાણાં ન આપતા ખેડબ્રહ્મા માં ચકચાર મચી જવા પામેલ છે. સ્ટેટ બેંક એ બેન્કિંગ ક્ષેત્રની અગ્રગણ્ય બેંક ગણાય છે. સ્ટેટ બેંક માં સરકારી તથા અર્ધ સરકારી તથા અન્ય સંસ્થાઓના ખાતા રહેતા હોય છે.

પેન્શન ધારકો તથા સિનિયર સિટીઝન લોકોના ખાતા પણ સ્ટેટ બેંકમા જ હોય છે. ત્યારે બેંકના કર્મચારીઓએ ગ્રાહકો સાથે સંતોષજનક વર્તન કરે એ જરૂરી છે.

ભૂતકાળમાં પણ આવા બનાવ બનેલ છે તાજેતરમાં ખેડબ્રહ્મા તાલુકાના વરતોલ ગામના તલાટી ખેડબ્રહ્માની સ્ટેટ બેન્કમાં પૈસા ઉપાડવા ગયેલ ત્યારે બેંકના કર્મચારીએ બબ્બે ત્રણ-ત્રણ વાર ચેક ઉપર સહી કરાવી પૈસા ન આપતા કંટાળી અને ગુસ્સામાં આવી જઈ ચેક ફાડી નાખી કર્મચારી આગળ ફેંકી દેતા ચકચાર મચી જવા પામેલ છે.

જાે સ્ટેટ બેન્ક જેવી બેંકમાં આવા શિક્ષિત લોકો સાથે જ આવું વર્તન કરવામાં આવે ત્યારે ગામડાના લોકો સાથે એવું વર્તન કરતા હશે તે વિચારવા જેવું છે ગ્રાહક સાથે અસભ્ય વર્તન કરનારા કર્મચારીઓને ઉપરી અધિકારીએ જરૂરી પગલાં લઇ ગ્રાહકોને સંતોષ થાય તેવુ કરવું જરૂરી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.