Western Times News

Gujarati News

દિલ્હી એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી

એપ્રિલ મહિનામાં દિલ્હી એરપોર્ટ પર એક વિમાનને બોમ્બથી ઉડાવવાની ધમકી બાદ ફરી એકવાર મેલ આવ્યો

નવી દિલ્હી,  રાષ્ટ્રીય રાજધાની દિલ્હીના ઈન્દિરા ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. તે માટે અલકાયદાના નામથી ઇમેલ આવ્યો છે, જેમાં થોડા દિવસમાં એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. આ મેલ મળ્યા બાદ એરપોર્ટ પર સુરક્ષા વધારી દેવામાં આવી છે.

શનિવારે સાંજે આવેલા આ ઇમેલમાં એક કપલનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે અને તેના દ્વારા બોમ્બ રાખવાની વાત કહેવામાં આવી છે. આ મેલમાં કહેવામાં આવ્યું છે કે કરણબીર સૂરી ઉર્ફે મોહમ્મદ જલાલ અને તેની પત્ની શૈલી સારા ઉર્ફે હસીના રવિવારે સિંગાપુરથી ભારત આવી રહ્યાં છે.

તે એરપોર્ટ પર આગામી એકથી ત્રણ દિવસમાં બોમ્બ રાખવાનું ષડયંત્ર રચી રહ્યાં છે. મેલ દ્વારા આ ધમકી મળ્યા બાદ સુરક્ષા એજન્સીઓ એલર્ટ થઈ ગઈ છે અને આઈજીઆઈ પર સુરક્ષા વધારી દેવામાં આવી છે. એરપોર્ટ પર આવતા-જતા વાહનોની તપાસ કરવામાં આવી રહી છે, સાથે બધા ટર્મિનલ પર ચેકિંગ વધારી દેવામાં આવ્યું છે.

આ મેલની તપાસ કરવા પર સામે આવ્યું છે કે પહેલા પણ આ નામો દ્વારા ધમકીભર્યા મેલ આવી ચુક્યા છે. પોલીસે જણાવ્યું કે પહેલા પણ કરણબીર અને શૈલીને આઈએસઆઈએસના સભ્ય જણાવતા તે લખવામાં આવ્યું છે કે તે ભારત આવી રહ્યાં છે અને ત્યાં બોમ્બ ધમાકો કરવાનું ષડયંત્ર રચશે. શનિવારે કરવામાં આ મેલ સાંજે ૫.૪૫ કલાકે મળ્યો હતો. જાણકારી પ્રમાણે આ મેલ [email protected] આઈડીથી મોકલવામાં આવ્યો હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.