Western Times News

Gujarati News

PM મોદીએ ઓલિમ્પિક વિશે ૮ વર્ષ પહેલાં કહી હતી મોટી વાત

પીએમ મોદીનો ૮ વર્ષ જૂનો વીડિયો ફરી ચર્ચામાં આવ્યો -મોદી હંમેશાથી સ્પોર્ટસ ક્ષેત્રે પ્રોત્સાહન આપતા રહે છે

નવી દિલ્હી,  પીએમ મોદી હંમેશાથી સ્પોર્ટસ ક્ષેત્રે પ્રોત્સાહન આપતા રહે છે. તાજેતરમાં પણ તેમણે ઓલિમ્પિકમાં સારું પ્રદર્શન કરનારા પ્લેયર્સ સાથે તેમણે ટેલિફોન પર વાત કરીને તેમનો જુસ્સો વધાર્યો હતો.

તેમના આ બાબતની ચર્ચા ચારેકોર છે. પરંતુ આ વચ્ચે પીએમ મોદી નો એક જૂનો વીડિયો વાયરલ થયો છે. આ વીડિયો તેઓ ગુજરાતના મુખ્યમંત્રી હતા, તે સમયનો છે.

પીએમ મોદીનો ૨૦૧૩ ના વર્ષનો એક વીડિયો હાલ ચર્ચામાં આવ્યો છે. આ વીડિયો ૧૪ જુલાઈ, ૨૦૧૩ નો છે. આ સમયે તેઓ ગુજરાતના મુખ્યમંત્રી હતા. આ દિવસે તેમણે પૂણેની ફર્ગ્યુસન કોલેજમાં ભાષણ આપ્યું હતું. આ ભાષણમા તેમણે ઓલિમ્પિક વિશે વાત કરી હતી. તેમજ ઓલિમ્પિક ગેમ્સમાં ભારતને મળતા ઓછા મેડલ પર સવાલ કર્યા હતા.

તેમણે ઓલિમ્પિકમાં મેડલ વિશે પોતાના ભાષણમાં કહ્યું હતું કે, શું ૧૨૦ કરોડના દેશમાં ઓલિમ્પિકના મેડલ ન મળી શકે. આ કામ માત્ર સેનાના જવાનોને આપવું જાેઈએ. સેનાના જવાનો વચ્ચે મેપિંગ કરવું જાેઈએ. જેમને રમતગમતમાં રસ છે, તેમને અલગ જગ્યાએ રાખવા જાેઈએ. જાે તેમને ટ્રેનિંગ આપવામાં આવે તો સેનાના આ જવાન ૫-૭-૧૦ મેડલ લાવી શકે છે.

વિચારવું જાેઈએ વિચારવું. અને પછી માથા પર હાથ રાખીને બેસી રહેવું. કશું થતું નથી. પછી એક કે બેને નસીબથી મળ્યું, તો તેને જ છાતી કાઢીને ફરતા રહેવું.

ઉલ્લેખનીય છે કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સતત પ્લેયર્સને પ્રોત્સાહિત કરતા હોય છે. તેઓ સતત પ્લેયર્સ સાથે ચર્ચા કરતા રહે છે. તેમની સાથે ફોન પર વાત કરતા રહે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.