Western Times News

Gujarati News

મોદીએ કિસાન સન્માન નિધિ યોજનાનો ૯મો હપ્તો જાહેર કર્યો

નવીદિલ્હી: કેન્દ્ર સરકારે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાના અંતર્ગત ૯મો હપતો જાહેર કર્યો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી ખેડૂતોના ખાતામાં ૨૦૦૦ રુપિયાનો હપતો જમા કર્યો છે. કાર્યક્રમમાં વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા કેન્દ્રિય મંત્રી નરેન્દ્ર સિંહ તોમર પણ સામેલ થયા.પ્રધાનમંત્રી ખેડૂત સન્માન નિધિ યોજના અંતર્ગત ૯.૭૫ કરોડથી પણ વધુ ખેડૂત પરિવારોને ફાયદો મળ્યો. હપતા મારફતે ૯.૭૫ કરોડથી પણ વધુ ખેડૂતોના ખાતામાં ૧૯,૫૦૮ કરોડ રુપિયા ટ્રાન્સફર કરવામાં આવ્યા. તે દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સંબોધન કરીને લાભાર્થી ખેડૂતો સાથે વાચચીત કરી હતી.

પ્રધાનમંત્રીએ મોદી સાથે નેશનલ સૈફ્રોન મિશન હેઠળ સ્થાપિત સૈફ્રોન મિશનના લાભાર્થીઓ સાથે વાત કરી હતી. આ દરમિયાન મોદીએ ખેડૂત અબ્દુલને પૂછ્યું કે તેનાથી તેમની આવકમાં કેટલો વધારો થયો છે. આ અંગે અબ્દુલે જણાવ્યું હતું કે, સૈફ્રોન પાર્કને કારણે કેસરની ખેતીમાંથી થતી આવક બમણી થઈ ગઈ છે. અબ્દુલે કહ્યું કે કેસર પાર્કના નિર્માણથી કાશ્મીરી કેસરને નવી ઓળખ આપવામાં આવી છે. ઁસ્ મોદીએ કહ્યું કે, સૈફ્રોન પાર્ક સ્થાપવાનું લક્ષ્ય એ સુનિશ્ચિત કરવાનું હતું કે આપણા કેસરની સુગંધ વિશ્વમાં પહોંચે.

મોદીએ ખેડૂતો સાથે વાત કરતા કહ્યું કે ઘણા વર્ષો પહેલા દેશમાં દાળની ઘણી અછત આવી હતી, ત્યારે મેં ખેડૂતો સાથે દાળના ઉત્પાદનને વધારવાનો આગ્રહ કર્યો હતો. મારા તે આગ્રહને ખેડૂતોએ સ્વીકાર્યો અને પરિણામએ આવ્યું કે છેલ્લા ૬ વર્ષોમાં દેશમાં દાળ ઉત્પાદનમાં લગભગ ૫૦%ની વૃદ્ધિ થઈ છે. મોદીએ જણાવ્યું કે સરકારે ખેડૂતો પાસેથી એમએસપી પર અત્યારસુધીની સૌથી મોટી ખરીદી કરી છે.

તેનાથી, ધાન્ય ખેડૂતોના ખાતામાં લગભગ ૧,૭૦,૦૦૦ કરોડ રુપિયા અને ઘઉંનું ઉત્પાદન કરતા ખેડૂતોના ખાતામાં લગભગ ૮૫ હજાર કરોડ રુપિયા સીધા પહોચ્યા.મોદીએ સંબોધન કરતા કહ્યું કે હવે દેશની કૃષિ નીતિઓમાં નાના ખેડૂતોને પ્રાથમિકતા આપવામાં આવી રહી છે.

આ જ ભાવના સાથે પીએમ કિસાન સન્માન નિધિ અંતર્ગત અત્યાર સુધી ૧ લાખ ૬૦ કરોડ રુપિયા ખેડૂતોને આપવામાં આવ્યા છે.પીએમએ ક્હયું કે ભારત કૃષિ નિકાસ મામલે પહેલીવાર દૂનિયાના ટોપ-૧૦ દેશોમાં સામેલ થયું છે. કોરોનાકાળમાં દેશે કૃષિ નિકાસમાં નવા રેકોર્ડ બનાવ્યા છે. આજે જ્યારે ભારતની ઓળખ એક મોટા કૃષિ નિકાસ દેશ તરીકેની થઈ રહી છે ત્યારે આપણે ખાદ્ય તેલની જરૂરતો માટે આયાત પર ર્નિભર છીએ, આ યોગ્ય નથી.કાર્યક્રમ દરમિયાન મોદીએ જણાવ્યુ કે છેલ્લા ૭ વર્ષોમાં કૃષિ બજેટ ૫૧૨% એટલે કે ૫ ગણું વધ્યુ છે. ૨૦૧૩-૧૪માં તે ૨૧ હજાર ૯૩૩ કરોડ રુપિયા હતું જે ૨૦૨૦-૨૧માં વધીને ૧ લાખ ૩૪ હજાર ૩૯૯ કરોડ રુપિયા થઇ ગયું છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.