Western Times News

Gujarati News

બચપન કા પ્યાર ફેમ સહદેવ, બાદશાહના ગીતે ધૂમ મચાવી

મુંબઈ: જાે તમે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરતા હશો તો બચપન કા પ્યાર વાયરલ વીડિયો જાેયો જ હશે. આ વીડિયો સશિયલ મીડિયા પર ખુબ વાયરલ થયો હતો અને સેલેબ્સ સહિત અનેક લોકોએ આ ગીતના વીડિયો બનાવ્યા હતા. આ વાયરલ ગીતને ગાનાર સહદેવ સિરદો સાથે રેપર બાદશાહે મુલાકાત કરી હતી અને હવે તેણે સહદેવ સાથે મળીને એક મ્યુઝિક વીડિયો બનાવીને રિલીઝ કર્યો છે. સહદેવના જ ગીત બચપન કા પ્યારને બાદશાહે પોતાના અંદાજમાં બનાવ્યો છે. આ મ્યુઝિક વીડિયોમાં રેપર બાદશાહ સિવાય આસ્થા ગિલ અને રિકો પણ છે. આ ગીતનું ટાઈટલ બચપન કા પ્યાર જ રાખવામાં આવ્યું છે. સહદેવને પણ આ વીડિયોમાં શામેલ કરવામાં આવ્યો છે. સહદેવ પણ આ વીડિયોમાં બાદશાહ અને આસ્થા તેમજ રિકોની સાથે પર્ફોમ કરી રહ્યો છે.

ગીત થોડા સમય પહેલા જ રિલીઝ થયું છે અને તેને લાખોની સંખ્યામાં વ્યુ મળી ગયા છે. અત્યાર સુધી ગીતના વ્યુ ૧૦ લાખનો આંકડો પાર કરી ગયા છે. યુટ્યુબની ટ્રેન્ડિંગ લિસ્ટમાં પણ બચપન કા પ્યાર ગીત આવી ગયું છે. ગીતને બાદશાહે લખ્યું છે. બાદશાહે પોતાની ઓફિશિયલ યૂટ્યુબ ચેનલ પર આ મ્યુઝિક વીડિયો રિલીઝ કર્યો છે. બાદશાહે પોતાના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર સહદેવનો એક વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં જાેઈ શકાય છે કે સહદેવ પોતાનો પ્રથમ મ્યુઝિક વીડિયો ફોન પર જાેઈ રહ્યો છે.

બાદશાહે લખ્યું કે, સહદેવ જ્યારે મને મળવા ગામથી મુંબઈ આવ્યો તો મારા માટે એક ભેટ લઈને આવ્યો હતો. તેણે આપેલી ગિફ્ટ મારા માટે સૌથી કિંમતી વસ્તુઓમાંથી એક છે. હું તના ઉજ્જવળ ભવિષ્યની કામના કરુ છું. વિશ્વાસ છે કે આ બચપનનો પ્રેમ દુનિયા ક્યારેય ભૂલે નહીં. ઉલ્લેખનીય છે કે બચપન કા પ્યાર ફેમ સહદેવ દિરદો છત્તીસગઢના સુકમા જિલ્લામાં રહે છે. સહદેવના ગીત પર અનેક રીલ બની ચુક્યા છે. બાદશાહની વાત કરીએ તો તેણે ઈન્ડસ્ટ્રીમાં આજ સુધી ઘણાં હિટ ગીતો આપ્યા છે. ડીજે વાલે બાબુ, વખરા સ્વેગ, ચુલ, મૂવ યોર લક, વગેરે ગીતો યુવાનોએ ખુબ પસંદ કર્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.