Western Times News

Gujarati News

અરવલ્લીઃ આમ આદમી પાર્ટીના જન સંવેદના કાર્યક્રમમાં મોટી સંખ્યામાં યુવાનો જાેડાયા

(તસ્વીર ઃ જીત ત્રિવેદી, ભિલોડા) ગુજરાતમાં આમ આદમી પાર્ટી તરફી એક જુવાળ જાેવા મળ્યો છે જેમાં યુવાનો, સામાજિક કાર્યકરો તેમજ બિનરાજકીય યુવાનો પણ આમ આદમી પાર્ટીમાં જાેડાઇ રહ્યા છે આમ આદમી પાર્ટીની જન સંવેદના યાત્રા મોડાસા શહેરમાં પહોંચી હતી

આપના ગોપાલ ઈટાલીયા,ઈસુદાન ગઢવી, સહીત અગ્રણીઓએ સભા સંબોધી હતી જેમાં મોટી સંખ્યામાં યુવાનો ઉમટ્યા હતા આમ આદમી પાર્ટી તરફ યુવા વર્ગનો જાેક વધુ હોવાથી આગામી વિધાનસભાની ચૂંટણીઓમાં ભાજપ કોંગ્રેસ માટે મુશ્કેલી સર્જી શકે છે

જન સંવેદના યાત્રા અંતર્ગત કોરોના મહામારીમાં જીવ ગુમાવનાર ને શ્રદ્ધાંજલિ આપી હતી અને આગામી વિધાન સભાની ચૂંટણીમાં આપની સરકાર બનશે તો કોરોનામાં મૃત્યુ પામેલ લોકોના સ્વજનોને ૫૦ હજાર મૃત્યુ સહાય ચુકવવામાં આવશેની જાહેરાત કરી હતી જીલ્લામાં આપ પાર્ટી જન સંવેદના કાર્યક્રમ હેઠળ સંગઠન મજબૂત કરવા માટે ગ્રામ્ય વિસ્તારોને ખૂંદી રહી છે.

મોડાસાના સાકરીયા નજીક આવેલી એક હોટલમાં આમ આદમી પાર્ટીનો જન સંવેદના કાર્યક્રમ અંતર્ગત આપ પાર્ટીના નેતાઓએ સભા સંબોધી હતી જેમાં મોટી સંખ્યામાં યુવાનો ઉમટ્યા હતા આપ પાર્ટીના નેતા ગોપાલ ઈટાલીયાએ ગુજરાતમાં કોરોનાનો મૃત્યુ આંક અનેક ગણો હોવાનું જણાવ્યું હતું ગુજરાતમાં પરિવર્તનની લહેર ચાલી રહી છે

અત્યાર સુધી ભાજપ અને કોંગ્રેસને મત આપ્યા પછી સુવિધાના નામે કઈ નથી શિક્ષણમાં અન્યાય થાય છે સરકારી દવાખાનાઓ અને રોડ રસ્તાઓના ઠેકાણા નથી રોજગારી થી ગુજરાતીઓ વંચિત સહીત અનેક આક્ષેપ કર્યો હતો.

મોડાસા શહેરના આમ આદમી પાર્ટીના યુવા કાર્યકતા દેવેશ એન્જીનીયરના ઘરે મુલાકાત લઇ જીલ્લામાં આમ આદમી પાર્ટીના સંગઠન મજબૂત બનાવવા ચર્ચા કરી હતી આપ પાર્ટીના જીલ્લા અગ્રણી ઉસ્માન લાલાએ જીલ્લામાં જન સંવેદના યાત્રાને ભારે આવકાર મળી રહ્યો હોવાનું જણાવ્યું હતું


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.