Western Times News

Gujarati News

પાટણ ખાતે ‘આઝાદી કા અમૃત મહોત્સવ થીમ પર ઉજવાશે ૭૫મો સ્વાતંત્ર્ય દિવસ

માહિતી બ્યુરો, પાટણ, દેશભરમાં ઉજવાનાર ૭૫મા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીની પાટણ ખાતે તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ થીમ સાથે યોજાનાર જિલ્લા કક્ષાની સ્વાતંત્ર્ય દિવસ પર્વ નિમિત્તે જિલ્લા કલેક્ટરશ્રી સુપ્રીત સિંઘ ગુલાટી દ્વારા ધ્વજ વંદન કરાવવામાં આવશે.

તા.૧૫ ઓગષ્ટ, ૨૦૨૧ના રોજ દેશના ૭૫મા સ્વતંત્રતા દિવસની મુખ્યમથક પાટણના પોલીસ હેડક્વાર્ટર ખાતે આવેલા પોલીસ પરેડ ગ્રાઉન્ડ પર ઉલ્લાસભેર ઉજવણી કરવામાં આવશે. સવારે ૦૯ કલાકથી શરૂ થનાર સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી નિમિત્તે જિલ્લા કલેક્ટરશ્રી સુપ્રીત સિંઘ ગુલાટી દ્વારા ધ્વજ વંદન કરાવવામાં આવશે.

‘આઝાદી કા અમૃત મહોત્સવ’ થીમ સાથે ઉજવાનાર આ કાર્યક્રમના સુચારૂ વ્યવસ્થાપન માટે જિલ્લા કલેક્ટરશ્રીના માર્ગદર્શન હેઠળ તંત્રના વિવિધ વિભાગો દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.

કોરોના વાયરસ મહામારીને અનુલક્ષીને કાર્યક્રમના સ્થળ પર આરોગ્ય વિભાગની માર્ગદર્શિકાનું સુચારૂ પાલન થાય તથા મર્યાદિત આમંત્રિત મહેમાનો સાથે ઉજવણી પૂર્ણ થાય તે પ્રકારનું આયોજન તંત્ર દ્વારા સુનિશ્ચિત કરવામાં આવ્યું છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.