Western Times News

Gujarati News

અફઘાનના કંધાર પર કબજાે કર્યાનો તાલીબાનોનો દાવો

અફઘાનિસ્તાનથી અમેરિકા અને નાટો સેનાઓની વાપસીની વચ્ચે તાલિબાનની તાકાત સતત વધતી જઈ રહી છે

કાબુલ, અફઘાનિસ્તાનથી અમેરિકા અને નાટો સેનાઓની વાપસીની વચ્ચે તાલિબાનની તાકાત સતત વધતી જઈ રહી છે. તાલિબાને હવે દાવો કર્યો છે કે તેણે દેશના બીજા સૌથી મોટા શહેર કંધાર પર કબજાે કરી દીધો છે. તેને તાલિબાનની મોટી જીત તરીકે જાેવામાં આવી રહી છે.

નોંધનીય છે કે, આ શહેર એક સમયે તાલિબાનનો ગઢ હતો અને તે મુખ્ય વેપારી કેન્દ્ર અને વ્યૂહાત્મક રીતે મહત્વ્‌ પૂર્ણ છે. આ દરમિયાન સંયુક્ત રાજ્ય અમેરિકાએ કહ્યું કે, તેઓ અમેરિકન એમ્બસીથી કર્મચારીઓને બહાર કાઢવામાં મદદ કરવા માટે લગભગ ૩,૦૦૦ સૈનિકોને અફઘાનિસ્તાન મોકલી રહ્યા છે. The Taliban claim to have captured the Afghan border

તાલિબાનના એક પ્રવક્તાએ ઓફિશિયલ એકાઉન્ટ પર ટ્‌વીટ કર્યું કે, કંધાર સંપૂર્ણપણે જીતી લેવામાં આવ્યું છે. મુજાહિદીન શહેરના શહીદ ચોક પર પહોંચી ગયા છે. બીજી તરફ, બીબીસીએ સૂત્રોના હવાલાથી દાવો કર્યો છે કે, હેલમંદ પ્રાંતની રાજધાની દક્ષિણી શહેર લશ્કર ગાહને પણ આતંકવાદીઓએ પોતાના કબજામાં કરી લીધું છે, જાેકે હજુ સુધી તેની પુષ્ટિ નથી થઈ.

આ પહેલા ગુરુવારે કાબુલના નજીકના સામરિક રીતે મહત્ત્વપૂર્ણ વધુ એક પ્રાંતીય રાજધાની અને દેશના ત્રીજા સૌથી મોટા શહેર હેરાત ઉપર તાલિબાને કબજાે કરી દીધો હતો. તાલિબાન અત્યાર સુધી ૩૪ પ્રાંતીય રાજધાનીઓમાંથી ૧૨ પર કબજાે કરી ચૂક્યું છે.

હેરાત પર કબજાે તાલિબાન માટે અત્યાર સુધીની સૌથી મોટી સફળતા છે. પ્રત્યક્ષદર્શીઓ મુજબ, એક સરકારી ઈમારતથી ભીષણ ગોળીબારના અવાજાે આવ્યા જ્યારે તાલિબાનના કબજામાં આવ્યા બાદી શહેરના ઘણા હિસ્સામાં શાંતિ છે. બીજી તરફ, ગજની પર તાલિબાના કબજાની સાથે અફઘાનિસ્તાનની રાજધાનીને દક્ષિણ પ્રાંતો સાથે જાેડનારા એક અગત્યનો રાજમાર્ગ કપાઈ ગયો છે.

નોંધનીય છે કે, અફઘાન સરકારના મધ્યસ્થોએ દોહામાં થયેલી શાંતિ વાર્તા દરમિયાન તાલિબાન સમક્ષ સત્તા શેર કરવાનો પ્રસ્તાવ રાખ્યો છે. રિપોર્ટ પ્રમાણે દેશમાં હિંસા રોકવા માટે સરકારે મધ્યસ્થની ભૂમિકા ભજવી રહેલા કતરને પ્રસ્તાવ આપ્યો છે. જે પ્રમાણે દેશમાં શાંતિ બહાલ કરવાની અવેજમાં તાલિબાનને સત્તા શેર કરવાનો પ્રસ્તાવ આપવામાં આવ્યો છે. તાલિબાને છેલ્લા કેટલાક દિવસોમાં મોટા ભાગ પર કબજાે કરી લીધો છે. તેમની તરફથી કોઇ પ્રતિક્રિયા મળી નથી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.