Western Times News

Gujarati News

જહાંગીર મમ્મી-પપ્પા સાથે નાના રણધીરના ઘરે જાેવા મળ્યો

બીજા પુત્રના જન્મના આશરે પાંચ મહિના બાદ ખુલાસો થયો છે કે તેનું નામ જહાંગીર પાડવામાં આવ્યું છે

મુંબઈ, બોલિવુડ એક્ટ્રેસ કરીના કપૂર હાલ પોતાની બુકને લઈને ચર્ચામાં છે. બેબોની બુક ‘કરીના કપૂર ખાન્સ પ્રેગ્નેન્સી બાઈબલ’માં કરીનાએ બીજા દીકરાના નામનો ખુલાસો કર્યો હતો. Kareena’s younger Nawab ‘Jahangir’ appeared in front of the camera for the first time, spots in Papa Saif’s lap

કરીના અને સૈફ આ વર્ષે ફેબ્રુઆરી મહિનામાં બીજીવાર પેરેન્ટ્‌સ બન્યા હતા. બીજા દીકરાના જન્મના આશરે પાંચ મહિના બાદ તેના નામનો ખુલાસો થયો છે. કરીના અને સૈફના બીજા દીકરાનું નામ જહાંગીર અલી ખાન છે. અત્યાર સુધી જહાંગીરનો ચહેરો સ્પષ્ટ દેખાતો હોય એવી એકપણ તસવીર સામે નહોતી આવી.

જાેકે, શુક્રવારે કરીના-સૈફ જહાંગીર સાથે રણધીર કપૂરના ઘરે જાેવા મળ્યા હતા. ત્યારે જહાંગીર (જેહ)નો સ્પષ્ટ ચહેરો મીડિયાના ફોટોગ્રાફર્સના કેમેરામાં કેદ થયો છે. કરીના અવારનવાર સોશિયલ મીડિયા અકાઉન્ટ પર જેહની ઝલક બતાવતી તસવીરો શેર કરતી હતી પરંતુ ક્યારેય તેનો ચહેરો સ્પષ્ટ નહોતો દેખાયો.

હવે જેહની પહેલી તસવીર સામે આવી છે. શુક્રવારે રણધીર કપૂરના ઘરે લંચ માટે કપૂર પરિવાર એકઠો થયો છે. ત્યારે ત્યાં હાજર મીડિયાના ફોટોગ્રાફર્સે નાનકડા જેહની ઝલક કેમેરામાં કેદ કરી લીધી છે. કરીનાનો નાનો દીકરો જેહ ભાઈ તૈમૂરની જેમ એકદમ ક્યૂટ છે.

સૈફ અલી ખાને જેહને તેડ્યો હતો અને તેઓ રણધીર કપૂરના ઘરની અંદર જઈ રહ્યા હતા ત્યારે જેહની તસવીર કેમેરામાં કેદ થઈ ગઈ હતી. નાનકડો જેહ એકદમ કરીના કપૂર જેવો લાગે છે. કરીનાની બાળપણની તસવીર થોડા દિવસ પહેલા વાયરલ થઈ હતી. બેબો જેવી લાગતી હતી એવો જ જેહ લાગે છે.

જેહના ગાલ એકદમ ગોળમટોળ છે. લવેન્ડર રંગના કપડાંમાં નાનકડો જેહ ક્યૂટ લાગતો હતો. કરીનાએ પણ પોતાની બુકમાં ઉલ્લેખ કર્યો છે કે, તૈમૂર સૈફ જેવો દેખાય છે જ્યારે જેહ તેના જેવો. શુક્રવારે જેહની તસવીર સામે આવ્યા બાદ સ્પષ્ટ થઈ ગયું છે કે જેહ મમ્મી જેવો જ લાગે છે. રણધીર કપૂરના ઘરની બહાર કરીના એકદમ આનંદમાં જાેવા મળી હતી.

કરીનાએ હાથ ઊંચો કરી, સ્માઈલ કરીને ફોટોગ્રાફર્સને પોઝ આપ્યો હતો. તૈમૂર પણ મમ્મી-પપ્પા અને નાના ભાઈ જહાંગીર સાથે નાના રણધીર કપૂરના ઘરે આવી પહોંચ્યો હતો. તૈમૂર બ્લેક રંગના ટી-શર્ટમાં પોતાની આયા સાથે જાેવા મળ્યો હતો. રણધીર કપૂરના ઘરે લંચનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે કપૂર પરિવારના બાકીના સભ્યો પણ પહોંચ્યા હતા. રણધીર કપૂરનાં પત્ની બબીતા કપૂર પણ લંચ માટે તેમના ઘરે પહોંચ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.