Western Times News

Gujarati News

સ્કોડા ઓટો ઇન્ડિયાએ ભારતમાં ગ્રાહકોને 1.5 લિટર TSI  પાવર્ડ કુશકની ડિલિવરી શરૂ કરી

17.95 કિલોમીટર પ્રતિ લિટર (1.5 ટીએસઆઈ એમટી) અને 17.71 કિલોમીટર પ્રતિ લિટર (1.5 ટીએસઆઈ ડીએસજી)ની સેગમેન્ટમાં અગ્રણી માઇલેજ ઓફર કરે છે

કુશક સેગમેન્ટમાં પ્રથમ એક્ટિવ સીલિન્ડર ટેકનોલોજી સાથે અદ્યતન ઈવીઓ-જનરેશન 1.5 ટીએસઆઈ ઓફર કરે છે

સ્કોડા ઓટો ઇન્ડિયાએ નવી લોંચ થયેલી 1.5લિટર ટીએસઆઈ-પાવર્ડ કુશકની ડિલિવરી આજથી શરૂ કરી દીધી છે. કુશક 28 જૂન, 2021ના રોજ પ્રસ્તુત થઈ હતી, જે ગ્રાહકો પાસેથી જબરદસ્ત આવકાર મળ્યો છે. 1.5લિટર ટીએસઆઈ-પાવર્ડ કુશક સમગ્ર ભારતમાં સ્કોડા ઓટોના તમામ શોરૂમમાં ટેસ્ટ ડ્રાઇવ અને વેચાણ માટે ઉપલબ્ધ થશે.

આ વિશે સ્કોડા ઓટો ઇન્ડિયાના બ્રાન્ડ ડાયરેક્ટર શ્રી ઝેક હોલિસે કહ્યું હતું કે, “અમને 1.5લિટર ટીએસઆઈ કુશકની ડિલિવરી ગ્રાહકોને કરવાની અતિ ખુશી છે. હકીકત એ છે કે, 1.5લિટર ટીએસઆઈ એન્જિન 17.95 કિલોમીટર પ્રતિ લિટર માઇલેજ સાથે 150 પીએસ અને 250 એનએમ ટોર્ક આપી શકે છે,

જે ટીએસઆઈ અને ટેકનોલોજીની દ્રષ્ટિએ અદ્યતન એસીટી સિસ્ટમનો પુરાવો છે. કુશક ભારતમાં બનેલું અને ભારત માટે ખાસ ડિઝાઇન કરેલું વાહન છે. અમે સમગ્ર દેશમાં ગ્રાહકો પાસેથી પ્રાપ્ત જબરદસ્ત પ્રતિસાદથી ખુશ છીએ. હું વધુને વધુ ગ્રાહકોને અમારા શોરૂમની મુલાકાત લેવા વાહનનો ટેસ્ટ ડ્રાઇવ લેવા અપીલ કરું છું.”

ફોક્સવેગન ગ્રૂપના આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રશંસા પામેલી લેટેસ્ટ જનરેશન ઇવીઓ સીરિઝમાંથી પાવરફૂલ અને અસરકારક 1.5લિટર ટીએસઆઈ એન્જિન ધરાવતી કુશક સેગમેન્ટમાં સૌપ્રથમ એક્ટિવ સીલિન્ડર ટેકનોલોજી (એસીટી) ધરાવે છે. જ્યારે એન્જિન પર લોડ ઓછું થાય છે,

ત્યારે એસીટી ઓટોમેટિક બે સિલિન્ડર બંધ કરે છે, જેથી ઇંધણની કાર્યદક્ષતા વધે છે. આ ચાર સીલિન્ડર એન્જિનમાંથી સીલિન્ડરબ્લોક પ્લાઝમા આવરણ ધરાવે છે. લાગુ નવીન, પાતળું, પાવડરનું સ્તર ધરાવતા સીલિન્ડર લાઇનર્સ ફક્ત 150 μm (0.15 mm) છે. આ આંતરિક ઘર્ષણ ઘટાડે છે, જેથી ઇંધણનો વપરાશ ઘટે છે. આ દહન ચેમ્બરમાં ગરીબના શ્રેષ્ઠ વિતરણ અને પ્રસારને કારણે એન્જિનના થર્મલ લોડમાં પણ ઘટાડો થાય છે.

આ ટીએસઆઈ એન્જિન એના 1.5લિટરના ડિસપ્લેસમેન્ટમાંથી 110 kW (150 PS) @ 5000-6000 rpm પાવર અને 250 Nm @ 1600-3500 rpm પેદા કરે છે. એન્જિન 7-સ્પીડ ડીએસજી સાથે કે 6-સ્પીડ મેન્યુઅલ ગીયરબોક્ષ સાથે જોડાઈ શકે છે, જે પેડલ શિફ્ટર્સ ઓફર કરે છે.

ગીયર રેશિયો ક્લાસમાં અગ્રણી માઇલેજ સાથે સ્પોર્ટિનેસ અને સુવિધાનો આદર્શ સમન્વય પૂરો પાડે છે. કુશક મેન્યુઅલ ટ્રાન્સમિશન માટે 17.95 કિલોમીટર પ્રતિ લિટર અને ઓટોમેટિક વેરિઅન્ટ માટે 17.71 કિલોમટીર પ્રતિ લિટરની માઇલેજ પૂરી પાડે છે (એઆરએઆઈ સર્ટિફાઇડ).


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.