Western Times News

Gujarati News

એક પરિવર્તન – જેની શરૂઆત ભારતમાં થઈ છે, આખી દુનિયા માટે

આબોહવામાં પરિવર્તન વાસ્તવિક સમસ્યા છે અને એમાં સુધારો કરવાની તાતી જરૂર છે. એનાથી આપણે બધા વાકેફ છીએ. વળી હું જાણું છું કે, આપણે ખરેખર એમાં સકારાત્મક ફરક લાવવા માંગીએ છીએ. પણ પ્રશ્ર એ છે કે, આપણે આબોહવામાં પરિવર્તનમાં સકારાત્મક સુધારો કેવી રીતે કરી શકીએ અને એક રાષ્ટ્ર તરીકે, સંયુક્તપણે આપણે વિકાસની પ્રક્રિયાને આગળ પણ કેવી રીતે વધારી શકીએ.

અત્યારે ભારતમાં વેચાણ થતા 80 ટકા વાહનો ટૂ વ્હીલર્સ છે અને છતાં ભારતમાં ફક્ત 12 ટકા લોકો ટૂ વ્હીલર ધરાવે છે. આ વાહનોમાં દર વર્ષે 12,000 કરોડ લિટરનો વપરાશ થાય છે, જે હવાના પ્રદૂષણમાં 40 ટકા માટે જવાબદાર છે.

સ્પષ્ટ છે કે, આગામી વર્ષોમાં એમાં અસાધારણ રીતે વધારો થશે અને આપણે એવું થવા દેવું ન જોઈએ. એટલે ઇલેક્ટ્રિક વાહનો (ઇવી)નો સ્વીકાર એક વિકલ્પ નથી, પણ આવશ્યકતા છે.

જોકે આ પ્રકારના પરિવર્તન માટે ઇનોવેશન અને મોટા પાયે ઉત્પાદન તથા ગુણવત્તાની જરૂર છે. આ જ અમે દુનિયામાં સૌથી મોટી 2 વ્હીલરની ફેક્ટરી ઓલા ફ્યુચર ફેક્ટરીમાં કર્યું છે – અને એને આજે અમે બજારમાં પ્રસ્તુત કર્યું છે. આ ટૂ વ્હીલ્સમાં પરિવર્તન છે. એનું નામ છે ઓલા S1 અને અત્યાર સુધી બનેલું સૌથી શ્રેષ્ઠ સ્કૂટર છે.

અમારો ઉદ્દેશ એવા ઉત્પાદનો બનાવવાનો છે, જે પર્યાવરણને અનુકૂળ અને પરિવર્તનકારક એમ બંને હોય તથા S1 સાથે આ બંને ઉદ્દેશો પાર પાડ્યાં છે. આ શ્રેષ્ઠ ડિઝાઇન, શ્રેષ્ઠ પર્ફોર્મન્સ અને શ્રેષ્ઠ ટેકનોલોજી ધરાવે છે.

શ્રેષ્ઠ ડિઝાઇનઃ સાટિન, મેટ્ટ અને ગ્લોસી ફિનિશિંગમાં 10 આકર્ષક રંગોમાં ઉપલબ્ધ ઓલા S1 આઇકોનિક ટ્વિન હેડલેમ્પ, અર્ગોનોમિક અને મજબૂત બોડી, શ્રેષ્ઠ એલોય વ્હીલ્સ, સ્કલ્પ્ટેડ સીટિંગ અને સૌથી મોટી બૂટ સ્પેસ ધરાવે છે, જે બે હેલ્મેટ મૂકી શકાય એવી જગ્યા પૂરી પાડે છે.

શ્રેષ્ઠ પર્ફોર્મન્સઃ 181 કિલોમીટરની રેન્જ, 3.0 સેકન્ડમાં 0થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ તથા 115 કિલોમીટર પ્રતિ કલાકની ટોપ સ્પીડ સાથે આ ઉદ્યોગમાં નવા માપદંડો સ્થાપિત કરે છે. આ 3.97kWhની બેટરી ક્ષમતા ધરાવે છે, જે નજીકના હરિફ ઇવીની બેટરી કરતા 30 ટકા વધારે ક્ષમતા ધરાવે છે તથા 8.5 KWના પીક પાવર સાથે કેટેગરીમાં સૌથી પાવરફૂલ મોટર ધરાવે છે.

ઓલા S1 પ્રોપ્રાઇટરી બેટરી મેનેજમેન્ટ સિસ્ટમ (બીએમએસ) પણ ધરાવે છે, જે મહત્તમ ટકાઉક્ષમતા, પર્ફોર્મન્સ, રેન્જ અને સલામતી માટે બેટરી પર સક્રિયપણે નજર રાખે છે.

શ્રેષ્ઠ ટેકનોલોજીઃ S1 એવી ટેકનોલોજી ધરાવે છે, જે બજારમાં કેટલીક જનરેશન આગળ છે. એમાં કોઈ ફિઝિકલ કી નથી અને એની “ડિજિટલ કી” ખાસિયત સાથે તમારા ફોન સાથે ઓપરેટ થાય છે. જ્યારે તમે એની નજીક હોવ છો ત્યારે એ ઓટોમેટિક અનલોક થાય છે. વળી તમે એનાથી દૂર જતા ઓટોમેટિક લોક થાય છે. આ મલ્ટિ-માઇક્રોફોન એરે, એઆઈ સ્પીજ રેકગ્નિશન અલ્ગોરિધમ બિલ્ટ ઇન-હાઉસ ધરાવે છે તથા સૌથી વધુ શાર્પ, ચમકદાર 7-ઇંચની ટચસ્ક્રીન ધરાવતી ડિસ્પ્લે પૈકીની એક ધરાવે છે.

અમારી સ્વદેશી મૂવઓએસ સાથે ગ્રાહકો ડિસ્પ્લેનો લૂક અને ફીલ બદલી શકે છે તેમજ સ્કૂટરનો અવાજનો પણ બદલી શકે છે. લોંચ પર એના ચાર મૂડ પ્રસ્તુત થયા છે – બોલ્ટ, કેર, વિન્ટેજ અને વન્ડર તથા તમારા મૂડને અનુરૂપ વાહનના અવાજનો કસ્ટમાઇઝ અનુભવ ઓફર કરશે. વળી આ ત્રણ ડ્રાઇવિંગ મોડ – નોર્મલ, સ્પોર્ટ અને હાયપર પણ ધરાવશે, જે તમારી સવારીને પર્સનલાઇઝ બનાવશે.

અમે સલામતીની અનેક સુવિધાઓ આપી છે, જે ટૂ વ્હીલર્સ સેગમેન્ટમાં ભાગ્યે જ મળે છે. ઓલા S1 એન્ટિ થેફ્ટ એલર્ટ સિસ્ટમ, જીયો ફેન્સિંગ અને બેટરી ધરાવે છે, જે અગ્નિ અવરોધક છે તથા પાણી અને ડસ્ટ સામે અવરોધક છે. આ ફ્રન્ટ અને રિઅર ડિસ્ક બ્રેક પણ ધરાવે છે તથા “હિલ હોલ્ડ” ખાસિયત ધરાવે છે, જે ટ્રાફિક અને નેવિગેટિંગમાં સવારીને સરળ બનાવે છે.

110/70 R12 ટાયર, રિઅર મોનો-શોક સસ્પેન્શન અને ફ્રન્ટ સિંગલ ફોર્ક સસ્પેન્શન રોડ પર વધારે શ્રેષ્ઠ ગ્રિપ અને સવારીના અનુભવ તરફ દોરી જશે. આ ક્રૂઝ મોડ ધરાવે છે, જે સવારીને સુવિધાજનક અને અનુકૂળ બનાવે છે તથા રિવર્સ મોડ પણ ધરાવે છે, જેનાથી પાર્ક કરવામાં સરળતા રહે છે અને સંકુચિત જગ્યાઓમાંથી બહાર નીકળવામાં સુવિધા આપે છે.

સલામતી માટે મજબૂત ગ્રેબ રેલ, સાઇડ સ્ટેપ અને સ્કલ્પ્ટેડ સીટિંગ સાથે પાછળ બેઠેલા સવારને પણ સુવિધા મળશે. સ્કૂટર્સ વોઇસ રેકગ્નિશન પણ ધરાવે છે, જે તમને ઝડપથી મુખ્ય કામગીરી પૂર્ણ કરવા સક્ષમ બનાવે છે અને તમારે મેનુ નેવિગેટ કરવાની જરૂર રહેતી નથી.

ઓલા S1એ સૌથી મોટા પડકારો પૈકીનો એક પડકાર પણ ઝીલ્યો છે, જે ભારતમાં ઇવી ક્ષેત્રની વૃદ્ધિને અવરોધરૂપ છે. આ પડકાર છે – એનો આગોતરો ખર્ચ. ઓલા S1ની કિંમત રૂ. 99,999થી શરૂ થાય છે.

જે રાજ્યોમાં સબસિડી મળે છે ત્યાં ઓલા S1 ઘણા પેટ્રોલ સ્કૂટર્સ કરતા ઘણું સસ્તું છે. ઉદાહરણ તરીકે, દિલ્હીમાં રાજ્ય સરકારની સબસિડી પછી S1ની કિંમત ફક્ત રૂ. 85,009 છે, જ્યારે ગુજરાતમાં એની કિંમત ફક્ત રૂ. 79,000 છે. અમે બેંકો અને નાણાકીય સંસ્થાઓ સાથે પણ જોડાણ કર્યું છે, જેમાં ઇએમઆઇ રૂ. 2,999થી શરૂ થાય છે.

ફ્યુચર ફેક્ટરીનો પહેલો તબક્કો પૂર્ણ થવાની નજીક છે અને અમારી ડીમ તમારા માટે દરેક અને તમામ ખાસિયતોને પરફેક્ટ બનાવવામાં વ્યસ્ત છે. અમે 8 સપ્ટેમ્બર, 2021થી ખરીદી માટે ઓલા S1ને બજારમાં મૂકીશું અને ઓક્ટોબરમાં 1000 શહેરો અને નગરોમાં ડિલિવરી શરૂ કરીશું. ત્યાં સુધી ઓલા S1 ફક્ત રૂ. 499માં બુક કરાવવા માટે ઉપલબ્ધ છે.

ચાલો મિશન ઇલેક્ટ્રિક પ્રત્યે ખરાં અર્થમાં કટિબદ્ધ બની

અમે ‘મિશન ઇલેક્ટ્રિક’ની જાહેરાત કરી છે, જેમાં આપણે કટિબદ્ધતા વ્યક્ત કરીએ કે વર્ષ 2025 પછી ભારતમાં કોઈ પેટ્રોલ ટૂ વ્હીલરનું વેચાણ નહીં થાય. આ એક મિશન છે, જે અમે ઉદ્યોગ અને ઉપભોક્તાઓ સામે રજૂ કર્યું છે, જેમાં પેટ્રોલનો અસ્વીકાર કરવાનો છે અને ઇલેક્ટ્રિક પ્રત્યે સંપૂર્ણપણે પ્રતિબદ્ધતા દાખવવાની છે. અત્યારે ભારતે ઇલેક્ટ્રિફિકેશનમાં નેતૃત્વ કરવાનો અને ભવિષ્યની ટેકનોલોજીઓ બનાવવાનો સમય છે, અહીં ભારતમાં સમગ્ર દુનિયા માટે!

આ ચોક્કસ સરળ નથી, પણ સંયુક્તપણે આપણે કરી શકીએ અને આપણે કરવું પડશે. આબોહવાને એની જરૂર છે, દુનિયા ઇચ્છે છે અને આપણો દેશ ચોક્કસ એનો હકદાર છે. જય હિંદ. ભાવિશ

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.