Western Times News

Gujarati News

ગિરધરનગર બ્રીજ નજીક અજાણ્યા ઈસમનો રેલવે પોલીસ પર ચાકુ વડે હુમલો

Youth suicide in bus

Files Photo

રેલવેમાં બનતાં ચેઈન સ્નેચીંગના ગુના રોકવા બે કોન્સ્ટેબલ પેટ્રોલીંગમાં હતા ત્યારનો બનાવ

(પ્રતિનિધિ)અમદાવાદ, અમદાવાદ રેલવે સ્ટેશન ઉપર અવારનવાર સ્નેચીંગના ગુના બનતાં હોય છે. જેને રોકવા માટે રેલવે પોલીસ દ્વારા પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે. આવી જ કાર્યવાહી દરમિયાન ગિરધરનગર બ્રીજ નજીક એક શંકાસ્પદ ઈસમની પૂછપરછ કરતાં તેણે સિવિલ ડ્રેસમાં રહેલાં પોલીસ જવાનનાં પેટમાં ચાકુ માર્યુ હતું. પરંતુ ચેતી ગયેલા જવાને છરી પકડી લેતાં તેનાં હાથમાં ઈજાઓ પહોંચી હતી. દરમિયાન તેમની સાથે આવેલાં અન્ય એક પોલીસ જવાને હુમલાખોરને પકડી લીધો હતો. જ્યારે ઘાયલ કર્મીને હોસ્પિટલમાં સારવાર માટે મોકલી આપવામાં આવ્યા હતા.

આ અંગેની વિગત એવી છે કે રેલવેમાં સ્નેચીંગનાં બનતાં ગુના અટકાવવા માટે રેલવે પોલીસનાં હેડ કોન્સ્ટેબલ પુરણસીંગ રાજપુત તથા હેડ કોન્સ્ટેબલ અજય રામ અસારવાથી ગીરધરનગર રેલવે બ્રીજ યાર્ડ સુધી ખાનગી કપડામાં પેટ્રોલિંગ કરી રહ્યા હતા. બુધવારે મધરાત્રે તે ગીરધનગર બ્રીજ નીચે આવતાં સિકંદરાબાદ-હિસ્સાર ટ્રેન પસાર થયા બાદ મજબુત બાંધાનો શંકાસ્પદ ઈસમ જાેવા મળતાં અજય રાયે તેની પૂછપરછ કરી હતી.

જેથી ઈસમે તેમને સામો સવાલ કરતાં પુરણસીંગે પોતે પોલીસ છે તેમ જણાવતાં જ તેણે પોતાની પાસેથી ધારદાર છરી કાઢી તેમનાં પેટમાં મારી હતી. પરંતુ પુરણસિંઘે બંને હાથોથી છરી પકડી લીધી હતી. દરમિયાન અજયભાઈએ ઈસમને પાછળથી પકડી લીધો હતો. છરી છોડાવવા દરમિયાન ઝપાઝપી થતાં પુરણસિંઘના તથા ઈસમના હાથોમાં ઈજાઓ થઈ હતી. બાદમાં કંટ્રોલ રૂમમાં જાણ કરતાં અન્ય સ્ટાફ પણ ઘટના સ્થળે આવી પહોંચ્યો હતો. જ્યારે ગંભીર રીતે ઘાયલ પુરણસિંઘને સિવિલ હોસ્પિટલમાં મોકલી અપાયા હતા. જ્યાં તેમની સારવાર ચાલુ છે. પોલીેસે હુમલાખોર ઈસમની પૂછપરછ હાથ ધરી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.