Western Times News

Gujarati News

ભુદેવોએ સામુહિક રીતે વિધિવિધાન પુર્વક જનોઈ ધારણ કરી

ભિલોડા તાલુકામાં રક્ષાબંધનના પાવન પર્વની ઉજવણી

(તસ્વીર ઃ જીત ત્રિવેદી, ભિલોડા) અરવલ્લી જિલ્લા સહિત ભિલોડા તાલુકામાં રક્ષાબંધનના પાવન પર્વની આનંદ-ઉલ્લાસભેર ધામધુમ પુર્વક શ્રધ્ધાભેર ઉજવણી યોજાઈ હતી.ભાઈ-બહેનના પવિત્ર પ્રેમનો તહેવાર એટલે રક્ષાબંધનનું અનોખુ મહત્વ હોય છે.બહેનોએ ભાઈઓને કુંમ-કુંમ તિલક કરી જમણા હાથ પર રાખડી બાંધી હતી.રક્ષાબંધનના પાવન પર્વની ધામધુમ પુર્વક ઉજવણી યોજાઈ હતી.

પવિત્ર પાવન શ્રાવણ માસ નારીયેળી પુનમ અને બળેવનું પર્વ બ્રાહ્મણો માટે અનેરૂ મહત્વ ધરાવે છે.બ્રાહ્મણોએ વિધિ વિધાન પુર્વક પુજા,અર્ચના કરી હતી.ભુદેવોએ સામુહિક રીતે જનોઈ સમુહમાં ધારણ કરી હતી.ભિલોડા ત્રિવેદી મેવાડા બ્રાહ્મણ બારીશી સમાજના ભાઈઓએ હાથમતી નદી કિનારે વૈજનાથ મહાદેવ મંદિર પરીસરમાં ભુદેવોએ ભેગા મળી નવિન જનોઈ ધારણ કરી હતી.

રક્ષાબંધનના પાવન પર્વ નિમિત્તે કેટલાક મુસ્લીમ ભાઈઓના ઘરે હિન્દુ બહેનો અને મુસ્લીમ બહેનોએ હિન્દુ ભાઈઓને ત્યાં રાખડી બાંધી હતી.રક્ષાબંધનની ભાવપુર્વક ઉજવણી કરી હતી. હિન્દુ-મુસ્લીમ એકતાના દ્દશ્યો જાેવા મળ્યા હતા.

ભિલોડા ભારત વિકાસ પરીષદ શાખા ધ્વારા એેસ.બસ ડેપોમાં રક્ષાબંધનના તહેવાર નિમિત્તે એસ.ટી. બસ ડેપો મેનેજર,ડ્રાઈવર,કંડક્ટર સહિત વહીવટી કર્મચારી ભાઈઓને રાખડી બાંધી હતી.પ્રમુખ રામઅવતાર શર્મા,મંત્રી મહિપતસિંહ રાઠોડ,જગદીશભાઈ પટેલ,ઉર્વશીબેન બરંડા,ભરતભાઈ પ્રજાપતિ સહિત હોદ્દેદારો,કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.