Western Times News

Gujarati News

આશરે ૫૦૦ વર્ષ પહેલા સ્વયંભૂ શિવલિંગ પ્રગટ થયું હતું

અમરેલી, શ્રાવણ માસ એટલે શિવ ઉપાસનાનુ શ્રેષ્ઠ પર્વ છે. ત્યારે અમે આજે આપને એક એવા શિવાલયના દર્શન કરાવીએ કે જેની કથા સોમનાથ મંદિર સાથે જાેડાયેલી છે અને આ શિવલીંગનો ઇતિહાસ અનોખો છે. રાજુલા તાલુકાના ઝોલાપુર ગામે આવેલા બિરાજમાન છે કોટેશ્વર મહાદેવ. કોટેશ્વર મહાદેવનો ઇતિહાસ અનેરો છે. આજથી પાચસો વર્ષ પહેલા એક ઉંડા ખાડામા આ શિવલીંગ જાેવા મળ્યુ હતુ. ત્યારે ગામલોકોએ આ શિવલીંગને ઉપર લેવા ખોદકામ શરુ કર્યું હતું. પરંતુ તેનુ મુળ નહી આવતા એ શિવાલયની એમજ સ્થાપના કરી હતી.  અને પુરા કદના આ શિવલીંગની પુજા કરવામા આવતી હતી. લોક કથા મુજબ જ્યારે મહમદ ગઝનીએ સોમનાથનું મંદિર તોડયુ ત્યારબાદ તેની સેના ઝોલાપુર ગામે આવી ચડી હતી.

શિવલીંગને તલવાર જેવા હથીયારોથી તોડતા એમાથી લોહી અને ભમરાઓ ઉત્પન્ન થતા સૈનિકોને ભાગવું પડ્યું હતું. આજે પણ શિવલીંગ ઉપર તલવારના ઘાનો વાઢ ચોખ્ખો નજરે પડે છે. અને કાળક્રમે આ શિવાલયનો જીર્ણોધ્ધાર થતો ગયો. આજે આ ચમત્કારીક કોટેશ્વર મહાદેવના દર્શને દુર દુરથી હજારો શિવભક્તો દાદાના દરબારમા માથુ ટેકવવા આવે છે. અને શિવજી તેમની તમામ મનોકામનાઓ પુરી કરે છે. આ શિવાલયની એક ખાસ વિષેશતાએ પણ છે કે, શ્રાવણ માસમાં અહિંયા અલગ જ દિપમાળા કરવામા આવે છે. જેમા સવાપાચ કિલો ઘીની સવાપાચસો કોડીયાની દિપમાળા કેળના થંભને કોતરીને ડીઝાઈન બનાવી આરતી કરાય છે. મંદિરની બીજી વિષેશતા એ છે કે, અહિંયા મંદિરમાં આઠ ઘંટ અને દેશી ઝાલરો તેમજ શંખ અને એક નગારુ છે. આ વાદ્યો વગાડીને જ આરતી કરાય છે. જેના નાદથી આખુયે શિવાલય ગુંજી ઉઠે છે. અહિયા આરતી સમયે ગામના વડીલો બાળકો સહિત મહિલાઓની પણ મોટી સંખ્યામા હાજરી જાેવા મળે છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.