Western Times News

Gujarati News

અફધાન છોડવાના પ્રયાસમાં અત્યાર સુધીમાં કાબુલ એરપોર્ટ પર ૨૦ લોકો માર્યા ગયા

કાબુલ, તાલિબાનના કબજા બાદ હજારો લોકો અફઘાનિસ્તાન છોડવાની કોશિશ કરી રહ્યા છે. તેમની સ્થિતિ ખુબ ખરાબ છે. એક રિપોર્ટ મુજબ દેશ છોડવાની કોશિશમાં હામિદ કરઝઈ એરપોર્ટ પર એક અઠવાડિયામાં ૨૦ લોકો અત્યાર સુધીમાં જીવ ગુમાવી ચૂક્યા છે. આ અગાઉ શનિવારે બ્રિટન સરકારે કાબુલ એરપોર્ટ પાસે ૭ અફઘાનીઓના માર્યા ગયાની જાહેરાત કરી હતી. બ્રિટનના રક્ષા મંત્રાલયે કહ્યું હતું કે અહીં જમીન પર સ્થિતિ ખુબ જ પડકારજનક છે.

તાલિબાનના શાસનથી બચવા માટે બેતાબ થયેલા પુરુષો, મહિલાઓ અને બાળકો મોટી સંખ્યામાં કાબુલ એરપોર્ટ પાસે ભેગા થયા છે. અમેરિકા સહિત અનેક દેશ પોતાના નાગરિકોને કાબુલથી બહાર લઈ જવા માટે ઓપરેશન ચલાવી રહ્યા છે. આ દરમિયાન શનિવારે અહીં હજારોની સંખ્યામાં ભીડ જમા થતા હિંસા થઈ. જેમાં લોકો માર્યા ગયા અને ઘાયલ પણ થયા. કેટલાક લોકો દીવાલ ઠેકીને અંદર જવાની કોશિશ કરતા પણ જાેવા મળ્યા.

વાત જાણે એમ છે કે અમેરિકી રાષ્ટ્રપતિ જાે બાઈડેને આશા જતાવી છે કે લોકોને અફઘાનિસ્તાનથી બહાર કાઢવાનું કામ ૩૧ ઓગસ્ટ સુધીમાં પૂરું થઈ જશે અને આ સમયને આગળ વધારવાની જરૂર નહીં પડે. હવે લોકોમાં ડર છે કે ક્યાંક તેઓ અફઘાનિસ્તાનમાં ફસાઈને રહી ન જાય.

આ બધા વચ્ચે ઓસ્ટ્રેલિયાના વિદેશમંત્રી મારિસ પાયને કહ્યું કે જાે બાઈડેન પ્રશાસન ઓપરેશનને ૩૧ ઓગસ્ટ પછી પણ ચાલુ રાખવાનો ર્નિણય લે તો પણ તેઓ લોકોને અફઘાનિસ્તાનથી એરલિફ્ટ કરવામાં મદદ કરવા તૈયાર છે. ઓસ્ટ્રેલિયાએ છેલ્લા એક અઠવાડિયામાં અત્યાર સુધીમાં લગભગ ૧૦૦૦ લોકોને બહાર કાઢ્યા છે જેમાં ઓસ્ટ્રેલિયન નાગરિકો અને અફઘાની સામેલ છે. આ બાજુ નેધરલેન્ડે પણ કહ્યું છે કે લોકોને બહાર કાઢવાના પ્રયત્નોમાં મદદ કરવા માટે અફઘાનિસ્તાનમાં તે પોતાના સૈન્ય ઉપસ્થિતિ વધારશે. કાબુલ એરપોર્ટ પર પહેલેથી ૬૨ ડચ વિશેષ દળના જવાનો તૈનાત છે અને સરકારના દુભાષિયા સહિત ૧૦૦૦ અફઘાનોને બહાર કાઢવા માટે ૨સી૧૩૦ સૈન્ય વિમાન કામે લાગ્યા છે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.