Western Times News

Gujarati News

લાયકાત વીનાના ઈદરિસ અફઘાન સેન્ટ્રલ બેંકના ગવર્નર

કાબૂલ, અફઘાનિસ્તાનમાં નવી સરકાર બનાવવાની કવાયતના ભાગરૂપે તાલિબાને અફઘાનિસ્તાનની સેન્ટ્રલ બેન્કના કાર્યકારી ગર્વનર તરીકે હાજી મહોમ્મદ ઈદરીસને નિયુક્ત કરી છે. દુનિયાના મોટાભાગના દેશોએ અફઘાનિસ્તાન સાથે હાલમાં વેપાર બંધ કરી દીધો છે અને અમેરિકાએ સેન્ટ્રલ બેન્કની અબજાે ડોલરની સંપત્તિઓ પણ જપ્ત કરી લીધી છે ત્યારે અફઘાનિસ્તાનની સેન્ટ્રલ બેન્કના ગર્વનર તરીકે મુકાયેલા હાજી મોહમ્મદ ઈદરીસ પાસે કોઈ જાતનુ હાયર એજ્યુકેશન નથી.તે નાણાકીય મામલાના જાણકાર પણ નથી. તેમની નિમણૂંક એટલા માટે કરવામાં આવી છે કે, તે લાંબા સમય સુધી અફઘાનિસ્તાનની નાણાકીય બાબતોની સંભાળ રાખી ચુકયા છે.

આ પહેલા અમેરિકાની એરસ્ટ્રાઈકમાં ૨૦૧૬માં માર્યા ગયેલા તાલિબાની નેતા મુલ્લા અખ્તર મન્સૂરની આર્થિક બાબતોનુ સંચાલન હાજી ઈદરીસે કરતો હતો. તાલિબાનનુ કહેવુ છે કે, ભલે હાજી ઈદરીસે પુસ્તકોનો અભ્યાસ ના કર્યો હોય પણ તે પોતાની કામગીરી બહુ સારી રીતે કરી શકે છે. તાલિબાન માટે હવે દેશની આર્થિક સ્થિતિ સુધારવી પ્રાથમિકતા રહેશે. કારણકે અફઘાનિસ્તાનને મળતી તમામ આર્થિક મદદ હાલમાં રોકાઈ ગઈ છે. બીજી તરફ લોકોને કામ પર પાછા લાવવા માટે તેમને સમયસર પગાર આપવો પણ જરૂરી છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.