Western Times News

Gujarati News

શીખ-હિન્દુઓ ભારતની ફ્લાઈટમાં નથી બેસતા

નવી દિલ્હી, ભારત સરકારે અફઘાનિસ્તાનમાંથી અત્યાર સુધીમાં સેંકડો લોકોને બહાર કાઢ્યા છે અને તેમને સ્વદેશ પરત લાવ્યા છે. ભારતીય વાયુસેનાના વિમાનો કાબુલ માટે સતત ઉડાન ભરી રહ્યા છે. આ દરમિયાન અફઘાનિસ્તાનમાં કેટલાક શીખ અને હિન્દુઓ એવા પણ છે જેઓ અમેરિકા અને કેનેડા જવાના સ્વપના જુએ છે અને આ કારણે ભારત સરકાર માટે મુશ્કેલી બની ગયા છે.

આવા અફઘાન શીખ અને હિન્દુઓ કાબુલ છોડવાની પ્રક્રિયામાં વિલંબ કરી રહ્યા છે. એટલું જ નહીં જે લોકોને આ શીખ અને હિંદુઓને કાબુલમાંથી બહાર કાઢવામાં મદદ કરી રહ્યા છે, તેઓએ પણ આ શીખ અને હિંદુઓને પૂછ્યું છે કે શું ભારત સરકાર બચાવ બહાર કાઢવાની પ્રક્રિયા બંધ કરે કે નહીં.

ઇન્ડિયન વર્લ્‌ડ ફોરમના પ્રમુખ પુનીત સિંહ ચાંદોકે જણાવ્યું હતું કે અફઘાનિસ્તાનમાં ગુરુદ્વારા કર્તે પરવનમાં હાજર ૭૦ થી ૮૦ અફઘાન શીખો અને હિન્દુઓ ભારત પાછા ફરવા માંગતા નથી. તેઓ કેનેડા અથવા અમેરિકા જવાની ઇચ્છા ધરાવે છે. તેમણે કહ્યું કે આ લોકો ન ફક્ત નાગરિકોને બહાર કાઢવાની પ્રક્રિયામાં અવરોધ ઉભો કરી રહ્યા છે પણ અન્ય લોકોને બહાર કાઢવાની પ્રક્રિયામાં પણ વિલંબ કરી રહ્યા છે.

પુનીત સિંહે કહ્યું કે આ લોકો અમેરિકા અને કેનેડા જવા માટે બે વખત તેમની ફ્લાઇટ છોડી ચૂક્યા છે. તે પણ ત્યારે જ્યારે ભારત સરકાર આ લોકોને ઉચ્ચતમ સ્તરની સુવિધાઓ પૂરી પાડી રહી છે. બીજી તરફ, કર્તે ગુરુદ્વારામાં ઉપસ્થિત શીખોના નેતા તલવિંદર સિંહે એક વીડિયો સંદેશ આપીને કરીને કહ્યું કે તેણે કેનેડા કે અમેરિકા જવું જાેઈએ. સૂત્રોના જણાવ્યા અનુસાર, શીખ સંગઠનોએ તમામ અફઘાન શીખો અને હિન્દુઓને બહાર કાઢવા માટે ચાર્ટર્ડ પ્લેનની વ્યવસ્થા કરી છે અને આમાંથી ૧૦૦ લોકો કાબુલ એરપોર્ટની બહાર આવ્યા હતા પરંતુ તેમને એરપોર્ટમાં પ્રવેશ મળી શક્યો ન હતો.

અફઘાનિસ્તાનના એક સૂત્રએ કહ્યું, ‘અમેરિકા કે કેનેડા જવાના રસ્તાઓ શોધવામાં શું નુકસાન છે? અમે જાણીએ છીએ કે જેઓ ભારત ગયા હતા તેમની શું હાલત થઈ છે. ભારતમાં નોકરીની તકો નથી અને જેથી અન્ય દેશમાં આવા લોકો અન્ય દેશમાં સ્થળાંતર થયા છે. ગત રવિવારે તાલિબાને કાબુલ પર કબ્જાે કર્યા બાદ ભારતે અફઘાનિસ્તાનની રાજધાનીમાંથી ૨૦૦ રાજદૂત અને દૂતાવાસના કર્મચારીઓ સહિત ૨૦૦ લોકોને એરફોર્સના સી -૧૯ વિમાનો દ્વારા બહાર કાઢ્યા છે.

દૂતાવાસના સ્ટાફના સફળ રેસ્ક્યુ બાદ સરકાર સતત સામાન્ય નાગરિકોને બહાર કાવાનું કામ કરી રહી છે. અમે તમને જણાવી દઈએ કે અમેરિકી સૈનિકો અફઘાનિસ્તાનમાંથી રવાના થયા બાદ તાલિબાને ફરી એકવાર અફઘાનિસ્તાનમાં ઝડપથી પોતાનો કબ્જાે જમાવ્યો છે અને રાજધાની કાબુલ સહિત ત્યાંના મોટાભાગના વિસ્તારો પર કબજાે કરી લીધો છે. ભારતના વિદેશ મંત્રાલયે કહ્યું કે તેઓ અફઘાનિસ્તાનમાંથી તમામ ભારતીય નાગરિકોને સલામત સ્વદેશ લાવવા માટે કટિબદ્ધ છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.