Western Times News

Gujarati News

અભિષેક બેનર્જી અને તેની પત્નીને ઇડીએ સમન્સ મોકલ્યું

કોલકતા, પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીના ભત્રીજા અભિષેક બેનર્જીની મુશ્કેલીઓ વધનાર છે. પ્રવર્તન નિદેશાલય એટલે કે ઇડીએ મની લોન્ડ્રિંગ અને કોલસા કૌભાડ મામલામાં ટીએમસી સાંસદ અભિષેક બેનર્જીને સમન્સ મોકલ્યું છે એટલું જ નહીં તપાસ એજન્સીએ તેમની પત્ની રૂજિરાને પણ પુછપરછ માટે બોલાવી છે.

એ યાદ રહે કે બેનર્જી અને તેની પત્ની પર આરોપ છે કે તેમણે પોતાની કંપનીમાં એવી કંપનીઓ અને તેનાથી જાેડાયેલ લોકોથી ફંડ ટ્રાંસફર કરાવ્યું છે જે કોલસા કૌભાંડમાં સામેલ રહ્યાં છે આ ઉપરાંત તેમણે ફંડના બદલે તે કંપનીઓથી બોગસ અગ્રીમેંટ કરાવ્યા હતાં અભિષેકના પિતા અમિત બેનર્જી પણ તેમાંથી એક કંપનીમાં ડાયરેકટર છે કોલસા કૌભાંડની તપાસ સીબીઆઇ કરી રહી છે.

અહેવાલો છે કે બેનર્જીૂીની કંપની લીપ્સ એન્ડ બ્રાઉડ મેનેજમેંટ સર્વિસેજ એલએલપીની કેટલીક બેકીંગ ટ્રાંજેકશન્સ પર સીબીઆઇ અને ઇડીને શંકા છે અભિષેકે આ કંપની પોતાની માતાના નામે બનાવી હતી બીજી કંપની તેને માર્ચ ૨૦૧૭માં બનાવી હતી આ કંપનીઓમાં તેની પત્ની,સાળી અને પિતા અમિત બેનર્જી પાર્ટનર અને નિદેશક છે. એ યાદ રહે કે ગત વર્ષ ૨૭ નવેમ્બરે સીબીઆઇની ગેરકાયદેસર ખનન મામલે મામલો દાખલ કર્યો હતો.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.