Western Times News

Gujarati News

ભારતીય ટીમના ઓલરાઉન્ડર ખેલાડી સ્ટુઅર્ટ બિન્નીએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરી

મુંબઇ, ભારતીય ટીમના ઓલરાઉન્ડર ખેલાડી સ્ટુઅર્ટ બિન્નીએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરી છે. બિન્નીએ પોતાની કારકિર્દીમાં ટીમ ઇન્ડિયા માટે ૬ ટેસ્ટ, ૧૪ વનડે અને ત્રણ ટી ૨૦ મેચ રમી હતી. બિન્ની ૨૦૧૫ના વર્લ્‌ડ કપમાં પણ ભારતીય ટીમનો ભાગ રહ્યો હતો. તેણે ભારત માટે છેલ્લી મેચ ૨૦૧૬માં વેસ્ટ ઇન્ડીઝ સામે રમી હતી અને ત્યાર પછીથી તે ટીમમાંથી બહાર ચાલી રહ્યો હતો.

ભારતીય ઓલરાઉન્ડર સ્ટુઅર્ટ બિન્નીએ તમામ પ્રકારના ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરી છે. ભારત માટે છ ટેસ્ટ, ૧૪ વનડે અને ત્રણ ટી ૨૦ આંતરરાષ્ટ્રીય મેચ રમનાર બિન્ની લાંબા સમયથી ભારતીય ટીમની બહાર ચાલી રહ્યો હતો. તેણે પોતાની છેલ્લી આંતરરાષ્ટ્રીય મેચ ૨૭ ઓગસ્ટ ૨૦૧૬ ના રોજ વેસ્ટ ઈન્ડિઝ સામે રમી હતી.

બિન્નીએ નિવેદનમાં કહ્યું, ‘હું તમને જણાવવા માંગુ છું કે મેં ફર્સ્‌ટ ક્લાસ અને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લેવાનો ર્નિણય કર્યો છે. તેણે કહ્યું, ‘આંતરરાષ્ટ્રીય સ્તરેદેશનું પ્રતિનિધિત્વ કરવાની મને ખૂબ આનંદ થયો અને મને તેના પર ગર્વ છે. ‘ બિન્નીએ ભારતીય ક્રિકેટ બોર્ડ, વિવિધ ટીમો, સાથી ખેલાડીઓ અને કોચનો પણ આભાર વ્યક્ત કર્યો હતો જેમણે તેને એક ખેલાડી તરીકે આગળ વધવામાં મદદ કરી હતી.સ્ટુઅર્ટ બિન્ની, જેણે ૨૦૧૪માં ન્યૂઝીલેન્ડ સામે વનડે મેચથી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ડેબ્યુ કરનાર બિન્નીએ ભારત માટે ૬ ટેસ્ટ, ૧૪ વનડે અને ૩ ટી ૨૦ મેચ મેચ રમી હતી. વનડે ક્રિકેટમાં ભારત માટે સર્વશ્રેષ્ઠ બોલિંગનો રેકોર્ડ બિન્ની ધરાવે છે.

ભારત માટે વનડેમાં શ્રેષ્ઠ બોલિંગનો રેકોર્ડ હજુ પણ બિન્નીના નામે છે. તેણે ૨૦૧૪ માં ઢાકામાં રમાયેલી વન-ડે મેચમાં બાંગ્લાદેશ સામે માત્ર ૪ રન આપીને ૬ વિકેટ ઝડપી હતી. તેણે ૧૯૯૩માં વેસ્ટ ઇન્ડીઝ સામે ૧૨ રન આપીને ૬ વિકેટ લેનાર અનિલ કુંબલેનો રેકોર્ડ તોડ્યો હતો. બિન્નીના નામે ટેસ્ટ ક્રિકેટમાં ૧૯૪ રન અને ત્રણ રન વિકેટ નોંધાઇ છે. આ સાથે જ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં તેણે ૨૩૦ રન અને ૨૦ વિકેટ લીધી છે, જ્યારે ત્રણ ટી-૨૦ માં બિન્નીના નામે ૩૫ રન અને એક વિકેટ છે.

જ્યારે, બિન્નીએ ૯૫ ફર્સ્‌ટ સીરિઝ મેચોમાં ૪૭૯૬ રન બનાવ્યા છે. આ સિવાય ૧૪૮ વિકેટ પણ ઝડપી છે. ૧૦૦ લિસ્ટ છ મેચમાં ૧૭૮૮ રન બનાવવાની સાથે તેણે ૯૯ વિકેટ પણ લીધી છે.૨૦૧૪માં બિન્નીએ બાંગ્લાદેશ સામે ૪ રનમાં ૬ વિકેટ લીધી હતી. આજ સુધી કોઈ ભારતીય બોલર તેનો રેકોર્ડ તોડી શક્યો નથી. ટેસ્ટ ક્રિકેટમાં સ્ટુઅર્ટ બિન્નીનું નામે ૧૯૪ રન અને ૩ વિકેટ, વનડેમાં ૨૩૦ રન અને ૨૦ વિકેટ, ટી-૨૦ માં ૩૫ રન અને ૧ વિકેટ છે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.