Western Times News

Gujarati News

તાલિબાન – પાકિસ્તાન ભારત માટે ખતરનાક બની શકે છે: CIAના પૂર્વ પ્રમુખ

નવીદિલ્હી, અફઘાનિસ્તાનમાં તાલિબાનના નિયંત્રણ બાદ આ દેશમાં થઈ રહેલા ઘટનાક્રમ પર દુનિયા ભરની નજર છે. અમેરિકન ગુપ્તચર એજન્સી સીઆઇએના પ્રમુખ રહી ચૂકેલા ડગલસ લંડને સ્પષ્ટ કર્યુ કે અફઘાનિસ્તાનમાં તાલિબાનની વાપસી ભારત માટે અનેક રીતે ચિંતાજનક હોઈ શકે છે.

ડગલસ વર્ષ ૨૦૧૬-૧૮ દરમિયાન દક્ષિણ પશ્ચિમ એશિયામાં આતંકવાદ ડામવા માટે ઝ્રૈંછના પ્રમુખના રુપમાં અફઘાનિસ્તાનમાં હતા. ૩૪ વર્ષના અનુભવ બાદથી તે વરિષ્ઠ ઝ્રૈંછ અધિકારીએ સ્પષ્ટ રીતે ૨૦૧૯માં નિવૃત થયા હતા. તેમણે સ્પષ્ટ કર્યુ કે પાકિસ્તાનનું તાલિબાનને સમર્થન અને પાકિસ્તાની સેનાની હક્કની નેટવર્ક સાથે નજદી કી ભારત માટે ચિંતાનો વિષય છે.

ડગલસ આ મહિને રિલીઝ થવા જઈ રહેલ પોતાના સંસ્મરણ ‘ધ રિક્રુટરઃ સ્પાયઈંગ એન્ડ ધ લાસ્ટ ઓફ અમેરિકન ઈન્ટેલીજન્સ’ને લીધે સમાચારમાં છે. ડગલસે આ સંસ્મરણમાં એ વાતને લઈને ઘણી ચર્ચા કરી કેવી રીતે વર્ષ ૨૦૨૦માં અમેરિકા- તાલિબાનની વચ્ચે શાંતિ સમજૂતિ, અમેરિકન ઈતિહાસની સૌથી ખરાબ સમજૂતિ છે.

તેમણે એક અખબાર સાથે વાતચીત કહ્યું હતુ કે મને લાગે છે કે ભારતની પાસે ચિંતિત થવાના વ્યાજબી કારણ છે. તાલિબાનની સાથે અનેક જિહાદી સંગઠનોમાં સમર્થન આપવાની પાકિસ્તાનની નીતિઓ, ભારત- પાકિસ્તાન પ્રતિદ્વંદ્રિતાના દ્રષ્ટિકોણના હિસાબથી જ બનેલી રહે છે. પાકિસ્તાન ભારતને એક સંકટની રીતે જાેવે છે અને પડકારને તેની દ્રષ્ટિકોણથી જાેતું રહ્યું છે.

ડગલસે કહ્યું કે મને એ વાતનો ડર છે કે પાકિસ્તાન દ્વારા સમર્થિત આ જિહાદ ગ્રુપ તેમના નિયંત્રણની બહાર થઈ શકે છે અને ત્યાં સુધી કે પાકિસ્તાનમાં જનરલના શાસન માટે સંકટ બની શકે છે. જાે આ જનરલોને જિહાદી, ધાર્મિક અથવા આઈએસઆઈએસ જેવા સંગઠનો દ્વારા ઉખાડ ફેંકાઈ શકે છે તો આ ઘણું ચિંતાજનક હશે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.