Western Times News

Gujarati News

RSS સાથે જાેડાયેલ સંગઠને મોંઘવારી પર નારાજગી વ્યક્ત કરી

નવીદિલ્હી, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સાથે જાેડાયેલા સંગઠનોએ આ પ્રોગ્રામ ઉપરાંત મોંઘવારી અને તાલિબાનની સાથે નવી દિલ્હીમાં ઔપચારિક મુલાકાતને લઈને ભારતીય મજૂર સંઘ(બીએમએસ)એ નારાજગી વ્યક્ત કરી છે. એટલુ જ નહીં બીએમએસએ નેશનલ એક્ઝિક્યૂટિવે પહેલા જ મોંઘવારી વિરુદ્ધ પ્રસ્તાવ પાસ કર્યો હતો અને સરકારને તાત્કાલિક તેને રોકવા માટે માંગ કરી હતી.

દેશના સૌથી મોટા મજૂર સંગઠનોમાં એક બીએમએસના મહાસચિવ બિનય કુમાર સિંન્હાએ કહ્યું કે કોરોના બાદ સ્થિતિ ખરાબ થઈ ગઈ છે. નોકરિઓમાં છંટણી અને વેતનમાં કાપથી સૌથી વધારે મજૂર પ્રભાવિત થયા છે અને મોંઘવારી પર કોઈ નિયંત્રણ નથી.

કેન્દ્ર સરકારના આ પગલાથી અસંતુષ્ટ અને નાખુશ બીએમએસએ ૯ સપ્ટેમ્બરે મોંઘવારીની વિરુદ્ધ દેશવ્યાપી વિરોધ પ્રદર્શનનું એલાન કર્યુ છે. બીએમસીએ એ માંગ કરી છે કે સરકારને સામાનના સ્તર પર ઉત્પાદન ખર્ચ આપવાની પણ જાેગવાઈ કરવી જાેઈએ જેથી લોકોને એ ખબર પડે કે કંપનીઓ કેટલો ફાયદો કમાઈ રહી છે.

સિન્હાએ કહ્યું કે બીએમએસ ૨ નવેમ્બરે નેશનલ મોનેટાઈઝેશન પ્રોગ્રામની વિરુદ્ધ દેશવ્યાપી પ્રદર્શન કરવાનું એલાન કર્યુ છે તો બીજી તરફ આરએસએસ સાથે જાેડાયેલા સંગઠન સ્વદેશી જાગરણ મંચના કેન્દ્ર સરકારના આ પ્રોગ્રામની સમીક્ષા કરી છે. સ્વદેશી જાગરણ મંચના સરકારી સંપત્તિને ખાનગી હાથમાં લઈ જતા ચેતવ્યા છે.

ઉલ્લેખનીય છે કે ગત મહિને નાણા મંત્રી ર્નિમલા સીતારમણે ૬ લાખ કરોડ રુપિયાની રાષ્ટ્રીય ખાનગીકરણ યોજના એટલે કે એનએમપીની જાહેરાત કરી હતી. આ અંતર્ગત ૨૦૨૨થી ૨૦૨૫ની વચ્ચે રેલ, રોડ અને વીજળી જેવી પાયાની જરુરિયાતોનું ખાનગીકરણ કરવામાં આવશે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.