Western Times News

Gujarati News

મોડાસાના કોલીખડ પાસે S.T બસ-ટેન્કર વચ્ચે ગમખ્વાર અકસ્માત, ૧૦ ઈજાગ્રસ્ત

પ્રતિનિધિ દ્વારા, ભિલોડા, મોડાસા-ધનસુરા માર્ગ પર કોલીખડ નજીક એસટી-બસ અને ટેન્કર  વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા ટેન્કર ચાલકનું કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું ટેન્કર ચાલક કેબીનમાં ફસાઈ જતા શરીરના ફુરચે ફુરચા નીકળી ગયા હતા એસટી બસ ડ્રાઇવર સહીત ૧૦ થી વધુ મુસાફરોને ઈજાઓ પહોંચી હતી.

અકસ્માતની ઘટનાના પગલે પોલીસ અને ૧૦૮ ઇમરજન્સી એમ્બ્યુલન્સ ઘટનાસ્થળે પહોંચી હતી ઈજાગ્રસ્ત મુસાફરોને સારવાર અર્થે હોસ્પીટલ ખસેડાતા ૧૦૮ એમ્બ્યુલન્સના સાયરન થી સમગ્ર માર્ગ ગુંજી ઉઠ્યો હતો લોકોના ટોળેટોળા ઘટનાસ્થળે ઉમટ્યા હતા.

પોલીસે ટેન્કરની કેબીનમાં ફસાયેલ ટ્રક ડ્રાઇવરને બહાર કાઢવા ભારે જહેમત ઉઠાવી હતી સતત વાહનોથી ધમધમતા હાઈવે પર ગંભીર અકસ્માતના પગલે ભારે ટ્રાફીકજામ સર્જાયો હતો

પ્રાપ્ત માહિતી અનુસાર,બુધવારે સવારે અમદાવાદ-ધંબોલા એસટી બસ અને ટેન્કર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાતા બસમાં મુસાફરી કરી રહેલા મુસાફરોએ ભારે ચીસાચીસ કરી મૂકી હતી.

મોડાસા ના કોલીખડ નજીક અમદાવાદ થી ધંબોલા તરફ આવી રહેલી એસટી બસ અને ટેન્કર  સામસામે અથડાતા ધડાકાભેર અકસમાત સર્જાયો હતો અકસ્માતના પગલે ટેન્કરની કેબીન અને એસટી બસ કેબીનનો કડૂચાલો વળી ગયો હતો ટેન્કર ચાલાક કેબીનમાં ફસાઈ જતા ગંભીર રીતે ઈજાગ્રસ્ત બન્યો હતો.

એસટી બસના ડ્રાઇવર સહીત બસમાં મુસાફરી કરી રહેલા મુસાફરો ઈજાગ્રસ્ત થતા બે ૧૦૮ ઇમરજન્સી એમ્બ્યુલસ મારફતે સારવાર અર્થે મોડાસાની સાર્વજનિક હોસ્પિટલમાં ખસેડાયા હતા સદનસીબે મોટી જાનહાની ટળી હતી

એસટી બસ અને ટેન્કર વચ્ચે સર્જાયેલા અકસ્માતના પગલે મોડાસા-ધનસુરા રોડ પર ૧૦ કિમી વાહનોનો ટ્રાફિકજામ સર્જાયો હતો બે કલાક થી વધુ સમય વાહન ચાલકો ટ્રાફીકમાં ફસાયા હતા પોલીસે અકસ્માતના પગલે સર્જાયેલ ટ્રાફીકજામ પુર્વરત કરાવ્યો હતો. જીત હરેશભાઈ ત્રિવેદી,ભિલોડા,જી.અરવલ્લી


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.