Western Times News

Gujarati News

IIM અમદાવાદ શ્રેષ્ઠ મેનેજમેન્ટ ઈન્સ્ટિટ્યૂટ

નવી દિલ્હી, કેન્દ્ર સરકારના શિક્ષણ વિભાગ દ્વારા ૨૦૨૧નુ નેશનલ ઈન્સ્ટિટ્યુશનલ રેન્કિંગ ફ્રેમવર્ક જાહેર કરવામાં આવ્યુ છે.દેશની ઉચ્ચ શિક્ષણ આપતી સંસ્થાઓનુ અલગ અલગ કેટેગરીમાં રેન્કિંગ જાહેર કરાયુ છે.

આજે શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને આ રેન્કિંગની જાહેરાત કરી હતી.જેમાં ઓવરઓલ કેટેગરીમાં આઈઆઈટી મદ્રાસ પહેલા સ્થાને રહી છે. ઓવરઓલ કેટેગરીમાં ૧ આઈઆઈટી મદ્રાસ, ૨ આઈઆઈએસસી, બેંગ્લોર, ૩ આઈઆઈટી, બોમ્બે, ૪ આઈઆઈટી, દિલ્હી, ૫ આઈઆઈટી,કાનપુર, ૬ આઈઆઈટી,ખડગપુર, ૭ આઈઆઈટી,રુરકી, ૮ આઈઆઈટી, ગૌહાટી, ૯ જેએનયુ,દિલ્હી, ૧૦ બનારસ હિન્દુ યુનિ.વારાણસીનો સમાવેશ થાય છે

અન્ય કેટેગરીમાં ટોચની સંસ્થાઓ નીચે મુજબ છે.
યુનિવર્સિટી કેટેગરીઃ આઈઆઈએસસી બેંગ્લોર, જેએનયુ, દિલ્હી, બીએચયુ, બનારસ.
એન્જિનિરિંગ કેટેગરીઃ આઈઆઈટી મદ્રાસ, આઈઆઈટી, દિલ્હી, આઈઆઈટી, મુંબઈ.
મેનેજમેન્ટ કેટેગરીઃ આઈઆઈએમ, અમદાવાદ, આઈઆઈએમ, બેંગ્લોર, આઈઆઈએમ,કોલકાતા, ફાર્મસી કોલેજ કેટેગરી, હામિયા હમદર્દ, નવી દિલ્હી, પંજાબ યુનિવર્સિટી ફાર્મસી કોલેજ, નેશનલ ઈન્સ્ટિટ્યુટ ઓફ ફાર્માસ્યુટિકલ એજ્યુકેશન હૈદ્રાબાદ. ઉલ્લેખનીય છે કે, કેન્દ્ર સરકાર દ્વારા જાહેર કરાતા રેન્કિંગમાં જે તે શૈક્ષણિક સંસ્થાના શિક્ષણ, રિસર્ચ, વિદ્યાર્થીઓનુ રિઝલ્ટ જેવા વિવિધ પાસાને ધ્યાનમાં લેવાતા હોય છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.