Western Times News

Gujarati News

ઉત્તરાખંડમાં ૪.૬ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો

દહેરાદૂન, શનિવારે વહેલી સવારે સવારે ઉત્તરાખંડના ચમોલીમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. તેમની તીવ્રતા રિક્ટર સ્કેલ પર ૪.૬ માપવામાં આવી હતી. આ ભૂકંપ સવારે ૫.૫૮ વાગ્યે આવ્યો હતો. તેનું કેન્દ્ર જમીનથી ૫ કિમી નીચે હોવાનું કહેવાય છે. ભૂકંપમાં જાનહાનિ કે જાનમાલના નુકશાનના કોઈ અહેવાલ નથી. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર, તેનું કેન્દ્ર ચમોલી જિલ્લામાં સ્થિત જાેશીમઠથી ૩૧ કિમી પશ્ચિમ-દક્ષિણ-પશ્ચિમમાં હતું. ભૂકંપે આ વિસ્તારમાં ભયનો માહોલ સર્જ્‌યો હતો અને વિગતોની રાહ જાેવાઈ રહી છે.

આ પહેલા ગુરુવારે હિમાચલ પ્રદેશમાં ભૂકંપના આંચકા ચંબા ઉપરાંત કાંગડા જિલ્લાના ઘણા ભાગોમાં અનુભવાયા હતા. ભૂકંપનું કેન્દ્ર ચંબા જિલ્લામાં પાંચ કિલોમીટર ઊંડે ભૂગર્ભમાં હતું અને તેની તીવ્રતા રિક્ટર સ્કેલ પર ૩.૬ માપવામાં આવી હતી. આજે સવારે ચમોલી જિલ્લામાં અનુભવાયેલા ભૂકંપનો આંચકો આવતાની સાથે જ ઘણા લોકો ઘરની બહાર આવી ગયા હતા. ભૂકંપને કારણે કોઈ જાન-માલનું નુકસાન થયું નથી. ઉત્તરાખંડ પણ ભારતીય પ્લેટમાં આવે છે. તેથી ભૂકંપના દૃષ્ટિકોણથી તે અત્યંત સંવેદનશીલ માનવામાં આવે છે.

અગાઉ ઓગસ્ટમાં ઉત્તરાખંડની રાજધાની દહેરાદૂનમાં ૩.૮ ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. જ્યારે ૨૪ જુલાઈના રોજ મોડી રાત્રે ઉત્તરાખંડના ઉત્તરકાશી જિલ્લામાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર ૩.૪ માપવામાં આવી હતી.

ઉત્તરકાશી પહેલા ૨૮ જૂને ઉત્તરાખંડના અન્ય પહાડી જિલ્લા પિથોરાગઢમાં ૩.૭ ની તીવ્રતાનો ભૂકંપ અનુભવાયો હતો. ત્યારબાદ આ ભૂકંપનું કેન્દ્ર પિથોરાગઢથી ૫૫ કિમી દૂર જાેવા મળ્યું હતું. આઈઆઈટીના વૈજ્ઞાનિકોની ટીમે ઉત્તરાખંડ ભૂકંપ ચેતવણી એપ બનાવી છે, જે ૫.૫ ની તીવ્રતાનો ભૂકંપ આવે ત્યારે ચેતવણી આપશે. હાલમાં ઉત્તરાખંડમાં ભૂકંપ માટે ૭૧ સાયરન અને ૧૬૫ સેન્સર લગાવવામાં આવ્યા છે.

દેશમાં પ્રથમ વખત ઉત્તરાખંડમાં આવી મોબાઈલ એપ બનાવવામાં આવી છે, જે ભૂકંપ પહેલા ૨૦ સેકન્ડ પહેલા જ ચેતવણી આપશે, પણ ભૂકંપ પછી ફસાયેલા લોકોનું સ્થાન પણ જણાવશે.

ઉત્તરાખંડ સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી, ઉત્તરાખંડ સરકાર અને IIT રૂરકીની ટીમ દ્વારા ઉત્તરાખંડ ભૂકંપ ચેતવણી એપ બનાવવામાં આવી છે. IIT રૂરકી છેલ્લા ચાર વર્ષથી આ પર કામ કરી રહી હતી. મોબાઈલ પર ઉત્તરાખંડ ભૂકંપ ચેતવણી એપ ડાઉનલોડ કરીને કોઈપણ નોંધણી કરાવી શકે છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.