Western Times News

Gujarati News

ચીન દર અઠવાડિયે ૨ કરોડ સારા મચ્છર પેદા કરી રહ્યું છે

બીજિંગ, મચ્છરોના લીધે કેટલી બધી જીવલેણ બિમારીઓ થાય છે જેનાથી કરોડો લોકોના જીવ જાય છે. ચોમાસાની સિઝનમાં મચ્છરોના લીધે ડેંગ્યૂની બિમારી ઘણા લોકોના જીવ લઇ રહી છે. પરંતુ શું તમે જાણો છો કે ચીનમાં એક ફેક્ટરી છે જે દર અઠવાડિયે ૨ કરોડ ‘સારા મચ્છરોનું પ્રોડક્શન કરે છે. ત્યારબાદ આ મચ્છરોને જંગલો અને અન્ય બીજી જગ્યાએ છોડવામાં આવે છે.

આ મચ્છરોનું કામ બીજા મચ્છરો સામે લડીને બિમારીઓ રોકવાનું હોય છે. શું તમે પણ જાણો છો કે સારા મચ્છર કયા હોય છે? જાેકે કેટલાક ખાસ મચ્છરને સારા મચ્છર એટલા માટે કહેવામાં આવે છે કારણ કે તે બિમારી ફેલાવનાર મચ્છરોની ગ્રોથને પોતાની રીતે રોકી દે છે.

આ કામ ચીને એક રિસર્ચ બાદ શરૂ કર્યું છે. આ મચ્છર એક ફેક્ટરીમાં તૈયાર થાય છે. ચીનના દક્ષિણી વિસ્તાર ગુઆંગઝોઉમાં એક ફેક્ટરી છે, જે આ સારા મચ્છરોને બનાવે છે. આ ફેક્ટરીમાં દર અઠવાડિયે ૨ કરોડ મચ્છરોનું ઉપ્તાદન થાય છે. આ મચ્છર જાે વોલ્બાચિયા બેક્ટેરિયા સંક્રમિત હોય છે, તેનો પણ એક ફાયદો છે.

ચીનને સુન યેત સેત યૂનિવર્સિટી અને મિશિગન યૂનિવર્સિટીના એક રિસર્ચથી ખબર પડી છે કે જાે વોલ્બાચિયા બેક્ટેરિયાના સંક્રમિત મચ્છર તૈયાર કરવામાં આવે તો તે બિમારી ફેલાવવા માટે મોટાપાયે મચ્છર પેદા કરનાર માદા મચ્છરોને વાંઝીયા બનાવી શકે છે. પછી તેના આધારે ચીનમાં મચ્છરોનું ઉત્પાદન શરૂ થયું. આ સારા મચ્છરોને વોલબેચિયા મોસ્કિટો પણ કહેવામાં આવે છે.

પહેલાં આ મચ્છરોને ગુઆંગઝોઉની ફેક્ટરીમાં બ્રીડ કરવામાં આવે છે. પછી જંગલો અને મચ્છરોની મોટી સંખ્યાવાળી જગ્યા પર છોડવામાં આવે છે. ફેક્ટરીમાં પેદા થનાર મચ્છર માદા મચ્છરોને મળીને તેમની પ્રજનન ક્ષમતા ખતમ કરી દે છે. પછી તે એરિયામાં મચ્છર થવા લાગે છે અને તેનાથી બિમારીઓની સારવાર થવા લાગે છે.

મચ્છરોને પેદા કરવાનું કામ ચીનની આ ફેકટરી આ કામ માટે દુનિયાની સૌથી મોટી ફેક્ટરી છે. આ ૩૫૦૦ વર્ગ મીટરમાં ફેલાયેલી છે. તેમાં ૪ મોટા વર્કશોપ છે. દરેક વર્કશોપ દર અઠવાડિયે લગભગ ૫૦ લાખ મચ્છરોનું ઉત્પાદન કરે છે. ચીન આમ આજથી નહી પરંતુ વર્ષ ૨૦૧૫થી કરી રહ્યું છે. પહેલાં તો આ મચ્છર ફક્ત ગુઆંગઝોઉ માટે તૈયાર કરવામાં આવતા હતા, કારણ કે અહીં ડેન્ગ્યૂ ફેલાય છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.