Western Times News

Gujarati News

દાદાભગવાનના અનન્ય ભક્ત છે નવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ

રાજ્યપાલને મળીને સીધા ત્રિમંદિર પહોંચ્યા-દાદાભગવાનના ભક્ત હોવાના કારણે જ તેઓ પોતાના વિધાનસભા વિસ્તારમાં “દાદા” તરીકે ઓળખ ધરાવે છે

અમદાવાદ,  ગુજરાતના ૧૭માં મુખ્યમંત્રી તરીકે આવતીકાલે શપથ ગ્રહણ કરનાર ભૂપેન્દ્ર પટેલનું વ્યક્તિત્વ ખુબ જ અલગ છે. તેઓના નામની જાહેરાત થતાની સાથે જ ન માત્ર ગુજરાતની જનતા પરંતુ ભાજપના ધારાસભ્યો પણ ચોંકી ઉઠ્‌યા હતા. તેઓ દાદાભગવાનના અન્ય ભક્ત છે.

અને તેના કારણ જ તેઓ પોતાના વિધાનસભા વિસ્તારમાં “દાદા” તરીકેની ઓળખ ધરાવે છે. તેઓ રાજકીય ક્ષેત્રે ઘણા લાંબા સમયથી સક્રિય રહ્યા છે. જાે કે તેમ છતા પણ તેઓ પોતાના સૌમ્ય સ્વભાવના કારણે દરેક પક્ષ સાથે તાલમેલ સાધીને ચાલે છે.

ભૂપેન્દ્ર પટેલનો એક તકીયા કલામ છેકે મારો કોઇ દુશ્મન જ નથી. તેઓ હંમેશા દરેક પક્ષ સાથે સુમેળ સાધીને ચાલવા માટે પંકાયેલા છે. તેઓ રાજ્યપાલને મળ્યા બાદ સીધા જ દાદા ભગવાનના ત્રિમંદિર ખાતે દર્શન કરવા માટે પહોંચશે.

અત્રે ઉલ્લેખનીય છે કે, પોતાના ધારાસભ્ય તરીકેના કાર્યકાળ દરમિયાન પણ તેઓ દાદાભગવાનના મંદિરે આરતી દરમિયાન હંમેશા હાજર રહેતા હતા. દાદા ભગવાનમાં તેઓ અનન્ય આસ્થા ધરાવે છે. તેના કારણે જ લોકો તેમને ભૂપેન્દ્ર દાદા તરીકે જ ઓળખે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.