Western Times News

Gujarati News

અમિત શાહ સાંજે અમદાવાદ આવશે: કમલમ્ ખાતે બેઠકોનો દોર

અમદાવાદ, સંવત્સરીના બીજા જ દિવસે ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજીનામું આપીને સહુ કોઈને ચોંકાવી દીધા છે. આને પગલે ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી વહેલી યોજાય એવી પણ અટકળો ચાલી રહી છે. દરમિયાન સી આર પાટીલ અને નીતિન પટેલ કમલમ્ ખાતે મળ્યા હતા. જ્યારે ગૃહરાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા અને મનસુખ માંડવિયા ભાજપ કાર્યાલય પહોંચ્યા છે.

સાંજે કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ ગુજરાત આવી પહોંચશે. જ્યારે ભાજપના ધારાસભ્યોની આવતીકાલે બેઠક મળશે. જેમાં નવા મુખ્યમંત્રી નક્કી થશે.

આજે રૂપાણી સાથે ભાજપના પ્રદેશ તથા રાષ્ટ્રીય સ્તરના નેતાઓ પહોંચ્યા હતા અને કમલમ્ ખાતે બેઠકોનો દોર શરૂ કર્યો હતો. જ્યારે અમદાવાદમાં વૈષ્ણોવદેવી સર્કલ સ્થિત સરદારભવનના લોકાર્પણ બાદ રૂપાણી સીધા રાજભવન પહોંચ્યા હતા. રૂપાણી ત્યાંથી મીડિયાને બ્રીફિંગ કરીને રાજીનામું આપવાની ઘોષણા કરી છે.

દરમિયાન કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલાએ કહ્યું હતું કે 24 કલાકમાં ચિત્ર સ્પષ્ટ થશે. રવિવારે રાજ્યના નવા મુખ્યમંત્રી મળી શકે છે. રવિવારે ધારાસભ્યની બેઠક બાદ નવા મુખ્યમંત્રીની સત્તાવાર જાહેરાત થશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.