Western Times News

Gujarati News

વડોદરામાં ડેન્ગ્યુના અત્યાર સુધીમાં ૯૦૦ કેસ નોંધાયા

વડોદરા, છેલ્લા કેટલાક દિવસથી નિયમિત આશરે ૪૦ કેસની સાથે શહેરમાં ડેન્ગ્યુનો પ્રકોપ યથાવત્‌ છે. વડોદરામાં અત્યારસુધીમાં ડેન્ગ્યુના કુલ કેસની સંખ્યા ૯૦૦ પર પહોંચવાને આરે છે. શહેરમાં પહેલો વરસાદ પડ્યો ત્યારથી એટલે કે જૂન મહિનાથી જ ડેન્ગ્યુના કેસ આવવાના શરૂ થઈ ગયા હતા. સામાન્ય રીતે, શહેરમાં જુલાઈ મહિનામાં અથવા તેના અંતમાં વરસાદ આવે છે.

આ વખતે જૂન મહિનામાં વરસાદ શરૂ થઈ ગયો હતો અને હજી પણ પડી રહ્યો છે. વરસાદ બંધ થયાના એક અથવા દોઢ મહિના પછી સામાન્ય રીતે ડેન્ગ્યુના કેસ આવતા હોય છે’, તેમ વડોદરા મહાનગરપાલિકાના મેડિકલ અધિકારી ડો. દેવાંશ પટેલે જણાવ્યું હતું.

વડોદરા મહાનગરપાલિકાના અધિકારીઓના જણાવ્યા પ્રમાણે, તેનાથી ડેન્ગ્યુની સીઝન લંબાઈ છે. દેવાંશ પટેલે કહ્યું હતું કે, આ રોગને નિયંત્રિત કરવામાં મુખ્ય અડચણ લોકોનો સહકાર હતો. ઘણા બધા ઘરોમાં, લોકો કાર્યકરોને તેમના ઘરમાં આવવાની મંજૂરી આપતા નથી.

તેમનું કહેવું હોય છે કે તેઓ જાતે જ પોતાની સંભાળ રાખી લેશે, પરંતુ આ નહીં થાય. સૂત્રોએ જણાવ્યું હતું કે, ડેન્ગ્યુના કેસ હજી પણ પીક પર જઈ શકે છે અને આ સંખ્યા ફરીથી ઓછી થાય તે પહેલા થઈ શકે છે. શહેરમાં ડેન્ગ્યુ સિવાય ચિકનગુનિયાના કેસ પણ નોંધાયા છે.

વડોદરાના મેયર કેયુર રોકડિયાએ જણાવ્યું હતું કે, ‘શહેરમાં ડોર-ટુ-ડોર વિઝિટ અને મેડિકલ કેમ્પ શરૂ કરી દેવામાં આવ્યા છે. અમે તમામ સંબંધિત વિભાગો સાથે મંગળવારે પરિસ્થિતિની સમીક્ષા કરવાનું નક્કી કર્યું છે. મચ્છરજન્ય રોગચાળાને કાબૂમાં લાવવો તે અમારી પ્રાથમિકતા રહેશે. નંદ હોસ્પિટલના ડો. નિરજ ચાવડાએ કહ્યું હતું કે ‘અગાઉ લોકો ઘરે જ સાજા થઈ જતા હતા અને આ વખતે તેનાથી વિપરીત ડેન્ગ્યુમાં કેટલાકમાં ગંભીર કોમ્પ્લિકેશન જાેવા મળી રહ્યા છે. બ્લડ પ્લેટલેટ્‌સ ઓછા થઈ રહ્યા છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.