Western Times News

Gujarati News

અમદાવાદ-જેસલમેરની ફ્લાઇટ રદ થતાં મુસાફરો રઝળ્યા

જેસલમેર, જેસલમેર એરપોર્ટ પર ડિફેન્સના વિમાનોની એક્સરસાઇઝના પગલે અમદાવાદથી જેસલમેરની ફલાઇટ કેન્સલ કરવામાં આવતા ૫૫ જેટલા મુસાફરો રઝળી પડશે ખાસ કરીને જેસલમેર ફરવા જનાર એડવાન્સ હોટલનું બુકીંગ કરાવેલ અનેક મુસાફરોના પૈસા પણ પડી જતા રોષે ભરાયા છે.

દેશના જે ડિફેન્સ એરપોર્ટ છે તેમાં રાજસ્થાનના જેસલમેરનો પણ સમાવેશ થાય છે ત્યારે અમુક સમયના અંતરે ડિફેન્સ એરપોર્ટ પર તેમની ટ્રેનિંગના ભાગરૃપે વિમાનોની એક્સરસાઇઝ કરવામાં આવે છે. જે અંતર્ગત શનિવારે સવારે ત્રણ કલાક જેસલમેર એરપોર્ટ પર અન્ય શેડયુઅલ વિમાનોને ટેકઓફ-લેન્ડીંગ માટે મંજૂરી નહીં અપાય. અમદાવાદથી ટ્રૂ જેટની આજે શનિવારે સવારે ૧૦ઃ ૨૫ વાગ્યાની અમદાવાદથી જેસલમેરની ફલાઇટ પણ રદ કરવામાં આવતા મુસાફરો રઝળી પડશે.

બીજીતરફ જે ટ્રાવેલ કંપનીઓએ આ તારીખમાં ટિકિટનું બુકીંગ કર્યુ છે તેમને જે તે પેસેન્જરને પણ જવાબ આપવો ભારે પડી ગયો હતો. આમ અન્ય કોઇ બીજી ફલાઇટનો વિકલ્પ ન હોવાથી એરલાઇન કંપનીએ ૨૦ જેટલા મુસાફરોને સોમવારની ફલાઇટમાં ટ્રાન્સફર કર્યા છે તો ૩૫ જેટલા મુસાફરો રઝળી પડશે તેમને ટિકિટનું પુરૃ રિફંડ આપી દેવામાં આવશે.

જેમને તારીખ એક્સચેન્જ કરવી હશે તેમને કોઇ ચાર્જ વિના કરી દેવાશે. એરલાઇન કંપનીએ જણાવ્યુ કે ફરવા જનાર મુસાફરો મુશ્કેલીમાં ન મુકાય તે માટે એક તબક્કે રવિવારે અમે જેસલમેરની ફલાઇટ ઓપરેટ કરવા વિચારણા કરી હતી પરંતુ જેસલરમેર એરપોર્ટ પર વોચ અવર્સને પગલે મુશ્કેલી સર્જાય તેમ હતું. આમ ફલાઇટ સોમવારે તેના નિર્ધારીત સમયે ઓપેરટ થશે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.