Western Times News

Gujarati News

રૂપાણીના રાજીનામા પાછળ પાટીદાર ફેક્ટર જવાબદાર

ગાંધીનગર, ગુજરાતમાં વિજય રૂપાણીના રાજીનામા બાદ પાંચ વર્ષ પહેલાનો ભૂતકાળ જીવંત થયો છે. વિજય રૂપાણીના અચાનક રાજીનામાથી લોકોએ આનંદીબેન પટેલને યાદ કર્યા છે. વિજય રૂપાણીએ એકાએક જાહેરાત કરીને રાજ્યપાલને જે રીતે રાજીનામુ સોંપ્યુ તેના પાછળ પાટીદાર ફેક્ટર કારણભૂત હોવાનુ ચર્ચાઈ રહ્યુ છે. પાટીદારોએ બનાવેલ શૈક્ષણિક સંકુલના ઉદઘાટનની થોડી મિનિટો બાદ જ વિજય રૂપાણીનું રાજીનામુ આપવુ અનેક સવાલો ઉભા કરે છે.

વિજય રૂપાણીના અચાનક પડેલા રાજીનામા પાછળ પાટીદાર ફેક્ટર કારણભૂત હોવાની ચર્ચાએ વેગ પકડ્યુ છે. આ સાથે જ એકવાર ફરીથી રાજીનામુ આપ્યુ કે અપાવડાવ્યુ તે પણ કાનાફૂસી થઈ છે. જે રીતે પાટીદાર આંદોલન બાદ આનંદીબેનને પણ અચાનક સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર રાજીનામુ આપ્યુ હતું, તે જ સ્ટાઈલમાં વિજય રૂપાણીનું પણ આકસ્મિક રાજીનામુ પડ્યુ છે.

પાટીદારોએ બંધાવેલા ૨૦૦ કરોડના સરદાર ધામના લોકાર્પણ બાદ અચાનક રાજીનામાની જાહેરાત પાછળ મોટા સંકેત હોવાનું રાજકીય વિશ્લેષકોનુ કહેવુ છે. પાંચ વર્ષ બાદ પાટીદારોને કારણે ગુજરાતના બીજા મુખ્યમંત્રીએ રાજીનામુ આપ્યુ હોવાની ચર્ચાયો શરૂ થઈ છે.

આ સાથે જ જે રીતે છેલ્લા કેટલાક સમયથી પાટીદાર સીએમની માંગણી ઉઠી છે, અને પાટીદાર દિગ્ગજાેએ બેઠક કરી હતી, તે જાેતા આ રાજીનામા પાછળ પાટીદાર ફેક્ટર હોવાનુ ચર્ચાઈ રહ્યુ છે. તો બીજી તરફ, વિજય રૂપાણીના રાજીનામાથી સૌથી વધુ ચર્ચામાં નીતિન પટેલ આવ્યા છે. ફરી એકવાર નીતિન પટેલને મુખ્યમંત્રી પદ સોંપાય તેવી અટકળો વહેતી થઈ છે.

જ્યારે જ્યારે ગુજરાતમાં નવા મુખ્યમંત્રી નિમવાની વાત આવે છે ત્યારે ત્યારે નીતિન પટેલ ચર્ચામા આવે છે. પરંતુ હંમેશા તેમનુ નસીબ એક ડગલુ પાછળ ચાલે છે. ત્યારે આ વખતે શુ પાટીદાર સીએમની માંગણી વચ્ચે નીતિન પટેલને પદ મળશે કે પછી કોઈ નવો ચહેરો સ્થાન પામશે.

આ વચ્ચે ભાજપ કાર્યાલય કમલમ પર મહત્વની બેઠક યોજાનાર છે. ભાજપ અધ્યક્ષ સી આર પાટીલની હાજરીમાં આ બેઠક યોજાશે. જેમાં પ્રભારી ભુપેન્દ્ર યાદવ, સહપ્રભારી સુધીર ગુપ્તા, ભાજપના મુખ્ય દંડક કમલમ પહોંચ્યા હતા. નવા મુખ્યમંત્રીના નામ માટે ધારાસભ્ય દળની બેઠક અંગે ર્નિણય લેવાશે. ભાજપે તમામ ધારાસભ્યોને આજ સાંજ સુધીમાં ગાંધીનગર પહોંચવા સૂચના અપાઈ હતી.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.