Western Times News

Gujarati News

ગુજરાતમાં ૮ જેટલા મંત્રીઓની હકાલપટ્ટી થાય તેવી સંભાવના

ગાંધીનગર, આજે ગુજરાતના નવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ શપથ લીધા હતાં જાેકે શપથ બાદ મંત્રીમંડળને લઈને મંથન શરૂ થયું છે કારણ કે આગામી ૨-૩ દિવસની અંદર નવા મંત્રીમંડળની જાહેરાત કરવામાં આવશે. જેને લઈને મોટા ભાગના લોકો આતુુરતાથી રાહ જાેઈ રહ્યા છે. નવા મંત્રીમંડળને કોને કોને સ્થાન આપવામાં આવશે તેની હજુ કોઈ ચોક્કસ માહિતી સામે નથી આવી. પરંતુુ એવી માહિતી સામે આવી છે કે નવા મંત્રીમંડળમાં નવા ચહેરાઓને તક આપવામાં આવશે. સાથેજ યુવાઓને પહેલા તક મળશે તેવી માહિતી પણ સામે આવી છે.

જાેકે ચાલું મંત્રીમંડળમાંથી અમુક મંત્રીઓને પડતા મુકવામાં આવશે તેવી માહિતી પણ સામે આવી છે. જેમા ખાસ કરીને જે મંત્રીઓ વિવાદમાં રહેલા છે તે મંત્રીઓને પહેલા પડતા મૂકાશે.

હાલ જે મંત્રીમંડળ છે તેમાથી ૮ જેટલા નેતાઓને હટાવામાં આવશે તેવી સૂત્રો દ્વારા માહિતી આપવામાં આવી છે. જેમા કેટલાક સિનિયર નેતાઓની પણ બાદબાકી થશે. તે સિવાય જે લોકોની નબળી કામગીરી નબળી છે તે લોકોને પણ રજા આપી દેવામાં આવશે.

મહત્વનું છે કે નવા મંત્રીમંડળમાં ઝોન વાઈસ જ્ઞાતિના સમીકરણોને પ્રાધાન્ય આપવામાં આવશે અને ૨૦૨૨ની વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને મંત્રીમંડળનું ગઠન કરવામાં આવશે. ત્યારે કયા નવા મંત્રીઓને લેવાની શક્યતા છે. સાથેજ કયા મંત્રીઓને યથાવત રાખવામાં આવશે તેની યાદી કઈક આવી છે.

નવા મંત્રીમંડળમાં કોને કોને સ્થાન મળી શકશે તે જાેઇએ તોઆત્મારામ પરમાર,કિરીટસિંહ રાણા,પૂર્ણેશ મોદી,ઋષિકેશ પટેલ,જીતુ ચૌધરી મોહન ડોડીયા,ગજેન્દ્રસિંહ પરમાર અને અજમલજી ઠાકોર નાયબ દંડકનો સમાવેશ થાય છે જયારે જયેશ રાદડિયા,ગણપત વસાવા,કુંવરજી બાવળિયા, જવાહર ચાવડા,બ્રિજેશ મેરજા,જયદ્રથસિંહ પરમારના સ્થાન યથાવત રહી શકે છે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.