Western Times News

Gujarati News

નવા મુખ્યમંત્રી પર આવી પડેલી કુદરતી આફતને ખાળવા માટે પૂર્વ મુખ્યમંત્રી રૂપાણી પણ કામે લાગ્યા

ગાંધીનગર, ગુજરાતમાં ખાસ કરીને સૌરાષ્ટ્રમાં હાલ ભારે વરસાદના કારણે પુરની સ્થિતિ ખુબ જ ભયાનક છે. તેવામાં ગુજરાતમાં આજે જ ભૂપેન્દ્ર પટેલે પોતાનો કાર્યકાળ સંભાળ્યો છે. તેવામાં આવી પડેલી સ્થિતિમાં તેઓ માટે આ ખુબ જ વિપરિત પરિસ્થિતિ છે.

હજી સુધી તેઓ તંત્ર સાથે તાલમેલ સાધી પણ નથી શક્યા ત્યાં આવડી મોટી આફત ગુજરાત પર આવી પડી છે. તેમ છતા પણ સરકાર પોતાની રીતે શક્ય તેટલા પ્રયાસો અને રાહત તથા બચાવકામગીરી ચલાવી રહી છે.

જાે કે પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના વતનમાં જ હાલ વરસાદના કારણે સ્થિતિ ખુબ જ ગંભીર છે. તેવામાં પૂર્વ મુખ્યમંત્રી મેદાને આવ્યા છે. તેમણે રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રના અધિકારી તંત્ર સાથે વાતચીત કરી છે અને કેટલાક જરૂરી સુચનો પણ કર્યા છે.

આ ઉપરાંત પુરની પરિસ્થિતિને ખાળવા માટે તથા રાહત અને બચાવ કામગીરી અંગે પણ કેટલાક મહત્વના સુચનો કર્યા છે. હાલ તો પુરની પરિસ્થિતિને પહોંચી વળવા માટે સમગ્ર તંત્ર અને સરકાર કામે લાગી ગયા છે.

વિજય રૂપાણીએ રાજકોટ શહેર, જામનગર શહેર અને જિલ્લામાં સતત વરસાદના કારણે પેદા થયેલી પુરની પરિસ્થિતીને પહોંચી વળવા માટે અને જનજીવન પૂર્વવત કરવા માટે કલેક્ટર, ડીડીઓ, સ્થાનિક પોલીસ તંત્ર સહિત તમામ સાંયોગિક તંત્રો સાથે કામગીરી નિભાવી રહ્યા છે. આ ઉપરાંત સંબંધિત કમિશ્નરો, કલેક્ટરો સાથે ટેલિફોનિક સંપર્કમાં છે.

આ ઉપરાંત સંગઠનના કાર્યકરોને પણ વિજય રૂપાણી દ્વારા જરૂરી સુચનો કરવામાં આવ્યા છે. એનડીઆરએફની વધારે ટુકડીઓ મંગાવવાથી માંડીને પહોંચાડવા સુધીની કામગીરી પર સતત નજર રાખી રહ્યા છે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.