Western Times News

Gujarati News

પાંચ હજાર ડોલર ચૂકવીને યુએસનું ગ્રીન કાર્ડ મળશે

વોશિંગ્ટન, જાે તમે પણ અમેરિકાનું ગ્રીન કાર્ડ એટલે કે કાયમી વિઝા મેળવવા માંગતા હો, તો ત્યાંની સરકારે એક મોટી તક આપવાનું નક્કી કર્યું છે. New US bill can help millions, including Indians to get US Green Card

જાે કે, આ મોટી તક માટે તમારે મોટી કિંમત પણ ચૂકવવી પડશે. હકીકતમાં વાત એમ છે કે અમેરિકા ટૂંક સમયમાં સુપર ફી લઈને ગ્રીનકાર્ડ મેળવવાનું સપનું જાેનારા ભારતીયને ખુશ કરી શકે છે.

યુએસ હાઉસ જ્યુડિશરી કમિટીએ આ અંગે રિકોન્સિલિએશન બિલ પણ રજૂ કર્યું છે. જાેકે, આ બિલને હજુ સુધી અંતિમ સ્વરૂપ આપવામાં આવ્યું નથી. આ અંગે હજુ વધુ ચર્ચા કરવાની બાકી છે.

ચર્ચા બાદ નક્કી થશે કે નવી જાેગવાઈથી અમેરિકાની તિજાેરીમાં આવક થશે કે નહીં. આવી સ્થિતિમાં લોકોના મનમાં અનેક સવાલો ઉઠી રહ્યા છે, ચાલો તેમના પ્રશ્નોના જવાબો જાણીએ.

જાે તમારી પાસે પૈસા હોય તો યુએસ ગ્રીન કાર્ડ મેળવવા માટે તમારે લાંબી લાઇનોમાં રાહ જાેવાની જરૂર નથી. તમારે માત્ર $ ૫૦૦૦ એટલે કે લગભગ ૩.૬૭ લાખ રુપિયાની સુપર ફી ચૂકવવી પડશે અને તમે પણ અમેરિકાના નાગરિક બની શકો છો.

અમેરિકા દ્વારા દર વર્ષે ૧.૪૦ લાખ લોકોને રોજગારી H1B માટે ગ્રીન કાર્ડ આપવામાં આવે છે. આ નંબર માત્ર ભારતના લોકો માટે જ નહીં, પરંતુ વિશ્વભરમાંથી અમેરિકા આવતા લોકો માટે છે.

For a family-based immigrant who is sponsored by a US citizen and with a “priority date that is more than 2 years before”, the fee for getting a Green Card would be USD 2,500.

હાલમાં અમેરિકાએ દરેક દેશ દીઠ ૭ ટકાની મર્યાદા નક્કી કરી છે. એટલે કે, એક જ દેશના ૭ ટકાથી વધુ લોકોને એક વર્ષમાં ગ્રીન કાર્ડ આપવામાં આવશે નહીં.

એટલે કે એક વર્ષમાં ભારતમાંથી માત્ર ૯,૮૦૦ લોકો ગ્રીન કાર્ડ મેળવી શકે છે. બિલમાં આ કેપમાં કોઈ ફેરફારનો કોઈ ઉલ્લેખ નથી.

આ બિલમાં એચ-બી વિઝા વિશે કશું કહેવાયું નથી. આવી સ્થિતિમાં, એવું માનવામાં આવે છે કે એચ -બી ક્વોટા પહેલાની જેમ જ રહેશે, તેમાં કોઈ ફેરફાર કરવામાં આવશે નહીં.

હાલમાં આ ક્વોટા ૬૫ હજાર છે. આ સિવાય ૨૦ હજાર એચ -૧બી વિઝા તેવા લોકોને આપવામાં આવે છે જેઓ અમેરિકાથી ઉચ્ચ શિક્ષણ મેળવવા ઇચ્છે છે.

તે યુએસ ચેમ્બર ઓફ કોમર્સના અમેરિકા વર્કસ અભિયાનનો એક ભાગ છે. ભૂતકાળમાં કેટલાક મીડિયા અહેવાલોમાં, ઉલ્લેખ કરવામાં આવ્યો હતો કે

ટૂંક સમયમાં એચ -૧બી વિઝાનો ક્વોટા બમણો થઈ શકે છે. એચ -૧ બી વિઝા દ્વારા તમામ દેશોના લોકો અસ્થાયી રૂપે અમેરિકામાં કામ કરી શકે છે.

કેટો ઇન્સ્ટિટ્યૂટના ઇમિગ્રેશન પોલિસી એનાલિસ્ટ ડેવિડ જે બિયર દ્વારા કરવામાં આવેલા અભ્યાસ મુજબ, રોજગાર આધારિત ગ્રીન કાર્ડ (ઈબી૨ અને ઈબી૩ કેટેગરી) EB2 & EB5 માટે અરજદારોની યાદી ઘણી લાંબી છે.

એપ્રિલ ૨૦૨૦ સુધી ભારત તરફથી અરજીઓની યાદી ૭.૪૧ લાખને સ્પર્શી ગઈ છે. હવે વાર્ષિક મર્યાદાને જાેતા આ યાદી લગભગ ૮૪ વર્ષ માટે છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.