Western Times News

Gujarati News

નોર્થ કોરિયા દ્વારા લોન્ગ રેન્જ મિસાઈલનું સફળ પરીક્ષણ

પ્યોંગયાંગ, ત્રણ દિવસ પહેલા નૉર્થ કોરિયાએ પોતાનો ૭૩મો સ્થાપના દિવસ ઉજવ્યો. આ અવસરે તાનાશાહ કિમ જાેંગે હથિયારોનુ પ્રદર્શન કર્યુ નહીં તો તમામ હેરાન થઈ ગયા. જાેકે હવે એક વાર ફરી કિમ જાેંગે પોતાના દુશ્મનોને તાકાત બતાવવા માટે નવી ચાલ રમી છે. નૉર્થ કોરિયાએ હવે લૉન્ગ રેન્જ મિસાઈલનુ પરીક્ષણ કર્યુ.

નૉર્થ કોરિયાની સેન્ટ્રલ એજન્સીએ મિસાઈલ પરીક્ષણની તસવીર પણ જારી કરી છે. એક અખબારમાં મિસાઈલ પરીક્ષણનુ વર્ણન કરનાર એક લેખની સાથે બે તસવીર છાપવામાં આવી છે જેમાં એક મિસાઈલને લૉન્ચ અને આકાશમાં ઉડતી દર્શાવવામાં આવી છે.

જાણકારી અનુસાર, ૧૫૦૦ કિલોમીટરની રેન્જવાળા આ મિસાઈલને સફળતાની સાથે લૉન્ચ કરવામાં આવી છે. પરીક્ષણ દરમિયાન મિસાઈલોએ પોતાના લક્ષ્યને ભેદ્યા પહેલા ૭,૫૮૦ સેકન્ડમાં ૧૫૦૦ કિલોમીટરનુ અંતર નક્કી કર્યુ. જાેકે સરકારી રિપોર્ટ અનુસાર કિમ જાેંગ આ અવસરે હાજર રહ્યો નહોતો.

પહેલા ઘણીવાર મિસાઈલ પરીક્ષણ દરમિયાન કિમ જાેંગની પણ તસવીર સામે આવતી હતી. જેમાં તેઓ પરીક્ષણ દરમિયાન પોતે હાજર રહેતા હતા. તાજેતરમાં જ કિમ જાેંગને નોર્થ કોરિયાના સ્થાપના સમારોહની એક પરેડમાં જાેવામાં આવ્યો હતો. જેમાં તે સૈનિક હેજમેટ સૂટમાં જાેવો મળ્યો. આ દરમિયાન તેનુ વજન પહેલા કરતા ઘણુ ઓછુ જાેવા મળ્યુ.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.