Western Times News

Gujarati News

પહેલીવાર ભવ્ય મહેલ જાેતાં તાલિબાનોએ મસ્તી કરી

કાબુલ, અફઘાનિસ્તાનમાં તાલિબાનના કબ્જા બાદ તાલિબાનીઓનાં એક બાદ એક મજેદાર વીડિયો વાઈરલ થતાં રહે છે. પ્લેન પર હિંચકો ખાતા, હેલિકોપ્ટરમાં મસ્તીઓ કરતાં જેવાં અનેક વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયા છે. તેવામાં હાલમાં જ અફઘાનિસ્તાનના ઉપ રાષ્ટ્રપતિ અબ્દુલ રશીદ દોસ્તમના કાબુલ સ્થિત ‘મહેલ’ પર તાલિબાનીઓએ કબ્જાે કરી દીધો છે. અને પહેલી વખત આટલાં આલીશાન મહેલને જાેતાં જ તાલિબાનીઓ હરખ પદુડા બની ગયા છે. અને મહેલની અંદર મસ્તીઓ કરતાં જાેવા મળી રહ્યા છે.

અબ્દુલ રશીદ દોસ્તમ તાલિબાનના સૌથી મોટા દુશ્મન હતા. અફઘાનિસ્તાનમાં અનેક લોકો દારૂણ ગરીબીમાં જીવી રહ્યા છે. પણ કાબુલ સ્થિત તેમના ઘરમાં સોનાં-ચાંદીનાં વાસણો સહિત અનેક અમૂલ્ય વસ્તુઓ હતી. અને હવે આ તમામ મોંઘીદાટ વસ્તુઓ પર તાલિબાનીઓ એશ કરી રહ્યા છે.

તાલિબાનીઓએ દાવો કર્યો કે, દોસ્તમે ભ્રષ્ટાચાર આચરીને પોતાનો આ આલીશાન મહેલ બનાવ્યો હતો.
એકબાજુ અફઘાનિસ્તાનમાં લોકોને રહેવા માટે ઘર પણ નસીબમાં ન હતું, તે સમયે અબ્દુલ રશીદ દોસ્તમનો આલિશાન મહેલ ન ફક્ત અફઘાનિસ્તાન પણ સમગ્ર દુનિયામાં ચર્ચિત બન્યો હતો. મહેલમાં જ્યાં જુઓ ત્યાં હરિયાળી જાેવા મળે છે.

સમગ્ર મહેલમાં લીલા કલરની કાર્પેટ લગાવવામાં આવી છે. તો મહેલની અંદર એક શાનદાર બગીચો પણ છે. બગીચામાં પણ બેઠક માટે સોફા મુકવામાં આવ્યા છે. અને હવે આ સોફાઓ અને કાર્પેટ પર તાલિબાનીઓ આરામ ફરમાવી રહ્યા છે, અને બાજુમાં રાઈફલ પડી છે. તમને જાણીને નવાઈ લાગશે, પણ મહેલની અંદર માછલીઓથી ભરેલી વિશાળ ૭ ટેન્ક પણ છે. અને મહેલમાં ઠેર ઠેર આલિશાન ઝુમ્મર પણ લગાવવામાં આવ્યા છે.

આ ઉપરાંત ગરમી ન લાગે તે માટે એસી અને કુલર પણ મહેલમાં છે. એટલું જ નહીં, મહેલની અંદર વિશાળ ઈન્ડોર સ્વિમિંગ પુલ પણ છે. આ ઉપરાંત મહેલમાં સોના બાથ અને જીમ પણ બનેલું છે.

૧૫ ઓગસ્ટે તાલિબાનના કબ્જા બાદ દોસ્મના મહેલ પર તાલિબાનના સૌથી શક્તિશાળી કમાંડરમાંથી એક કારી સલાહૂદ્દીન અયોઉબીએ કબ્જાે જમાવી લીધો છે. અને હવે કમાંડરની સુરક્ષામાં તહેનાત ૧૫૦ આતંકીઓ આ મહેલમાં મજા કરી રહ્યા છે. તાલિબાની આતંકીઓએ અનેક વર્ષો પહાડોમાં વિતાવ્યા છે. તેવામાં આ મહેલ તેમના માટે એક સપનાંથી ઓછું નથી.

જાે કે, તાલિબાની કમાંડર કારીએ સ્પષ્ટ કરી દીધું છે કે, તેના લડાકુઓ લક્ઝરી લાઈફસ્ટાઈલ નહીં જીવે. તેણે કહ્યું કે, મર્યા બાદ જન્નતમાં આલીશાન જીવન મળશે. અબ્દુલ રશીદ દોસ્તમ તાલિબાનના સૌથી મોટા દુશ્મન હતા. વર્ષ ૨૦૦૧માં દોસ્તમ પર આરોપ લગાવવામાં આવ્યો હતો કે, તેઓએ તાલિબાનના ૨૦૦૦થી પણ વધારે લડાકુઓને મારી દીધા હતા.

દોસ્તમે તાલિબાનીઓને કન્ટેનરમાં ભરીને રણમાં છોડી દીઝા હતા, અને ભીષણ ગરમીને કારણે તડપી તડપીને તમામનાં મોત નિપજ્યા હતા. આમ દોસ્તમે તાલિબાનીઓને હિટલર જેવી સજા આપતાં તાલિબાનીઓ માટે દોસ્તમ સૌથી મોટા દુશ્મન બની ગયા હતા.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.