Western Times News

Gujarati News

શાસ્ત્રીનો કાર્યકાળ પૂર્ણ થયા બાદ રાહુલ દ્વવિડ ભારતીય ક્રિકેટ ટીમના કોચ બની શકે છે

મુંબઇ, સંયુક્ત અરબ અમીરાત અને ઓમાનમાં આગામી મહિને થનારા ટી૨૦ વર્લ્‌ડ કપ બાદ ભારતીય ક્રિકેટ ટીમમાં એક સાથે ઘણા બદલાવ જાેવા મળી શકે છે. ટી ૨૦ વર્લ્‌ડ કપ બાદ જ્યાં વિરાટ કોહલી લિમિટેડ ઓવરોની ક્રિકેટમાંથી રાજીનામું આપવા અને રોહિત શર્માને તેની જગ્યાએ કેપ્ટન બનાવવાની સંભાવના છે તો ભારતીય ટીમના હેડ કોચને લઈને પણ મોટો બદલાવ જાેવા મળી શકે છે. રિપોર્ટ્‌સ મુજબ પોતાના સમયમાં ભારતીય ક્રિકેટના દીવાલ કહેવાતા રાહુલ દ્રવિડ ભારતીય ટીમના આગામી હેડ કોચ બની શકે છે.

હાલના કોચ રવિ શાસ્ત્રીનો કાર્યકાળ પૂર્ણ થયા બાદ ભારતીય ક્રિકેટ ટીમના હેડ કોચ તરીકે રાહુલ દ્રવિડની નિમણૂક કરવામાં આવી શકાય છે. પૂર્વ કેપ્ટન અને ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડના અધ્યક્ષ સૌરવ ગાંગુલીએ એક નિવેદન વડે આ વાતના સંકેત આપ્યા છે કે રવિ શાસ્ત્રીનો કાર્યકાળ પૂર્ણ થયા બાદ રાહુલ દ્રવિડને આ પદ સોંપવામાં આવશે.

જાેકે તેમણે સાથે જ એમ પણ કહ્યું કે રાહુલ દ્રવિડને અસ્થાયી રૂપે કોચ બનાવવામાં આવી શકાય છે. સૌરવ ગાંગુલીએ ધ ટેલિગ્રાફ સાથે વાતચીત કરતા એમ પણ કહ્યું હતું કે હું સમજુ છું કે તેમને (રાહુલ દ્રવિડને) પરમનેન્ટ તરીકે કામ કરવામાં (કોચ પદ માટે) કોઈ રસ નથી.

જાેકે અમે પણ ક્યારેય આ બાબતે તેમની સાથે કોઈ વાત નથી કરી. જ્યારે અમે એ બાબતે (કોચ પદને લઈને) વિચારીશું ત્યારે જાેવાઈ જશે, શું થાય છે. હેડ કોચ રવિ શાસ્ત્રીનો કાર્યકાળ ્‌૨૦ વર્લ્‌ડ કપ સુધી જ છે અને ત્યારબાદ તેમનો કાર્યકાળ પૂર્ણ થઈ જશે. રવિ શાસ્ત્રીએ પણ ઘણી વખતે કહ્યું છે કે તેઓ પોતાનો કોન્ટ્રાક્ટ વધારવાના મૂડમાં નથી. મીડિયામાં એવા સમાચાર આવ્યા હતા કે રવિ શાસ્ત્રીનો કાર્યકાળ પૂર્ણ થયા બાદ રાહુલ દ્રવિડ ભારતીય ટીમનું કોચ પદ સંભાળશે.

જાેકે રાહુલ દ્રવિડ એ સ્પષ્ટ કરી ચૂક્યા છે કે તેઓ ભારતીય ટીમના આગામી કોચ નહીં હોય. રાહુલ દ્રવિડે કહ્યું કે નેશનલ ક્રિકેટ અકાદમીમાં પોતાની ભૂમિકા યથાવત રાખશે. રાહુલ દ્રવિડે હાલમાં જુલાઇમાં જ્યારે શિખર ધવનની કેપ્ટનશીપમાં ભારતીય ટીમ શ્રીલંકા ગઈ હતી ત્યારે તેઓ ભારતીય ટીમના કોચ તરીકે કામ કરી ચૂક્યા છે. શ્રીલંકાના પ્રવાસમાં ભારતીય ટીમે વન-ડે સીરિઝ પર કબજાે કર્યો હતો.

ત્યારબાદ ભારતીય ટીમે પહેલી ્‌૨૦ મેચ પણ જીતી લીધી હતી પરંતુ ત્યારબાદ કૃણાલ પંડ્યા કોરોના પોઝિટિવ થઈ જતા સૂર્યકુમાર યાદવ, ઇશાન કિશન, પૃથ્વી શૉ સહિત ટીમના ૯ મહત્ત્વના ખેલાડીઓને ક્વોરેન્ટાઇન કરી દેવામાં આવ્યા હતા જેના કારણે ભારતીય ટીમે ટી ૨૦ સીરિઝ ગુમાવવી પડી હતી.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.