Western Times News

Gujarati News

ટી૨૦ રેન્કિંગમાં કોહલી ચોથા, રાહુલ છઠ્ઠા સ્થાને

દુબઈ, દક્ષિણ આફ્રિકા અને શ્રીલંકા વચ્ચે ત્રણ મેચોની ટી૨૦ આંતરરાષ્ટ્રીય સિરીઝ પૂરી થયા બાદ તાજા જારી આઈસીસી ટી૨૦ બેટ્‌સમેનોના રેન્કિંગમાં વિકેટકીપર-બેટ્‌સમેન ક્વિન્ટન ડીકોકને ફાયદો મળ્યો છે. ડિકોક પોતાના કરિયરની બેસ્ટ રેન્કિંગ આઠમાં સ્થાને પહોંચી ગયો છે. આ સિરીઝ દક્ષિણ આફ્રિકાએ ૩-૦થી પોતાના નામે કરી હતી. ભારતીય બેટ્‌સમેનોની વાત કરીએ તો વિરાટ કોહલી ચોથા સ્થાને પહોંચી ગયો છે, જ્યારે કેએલ રાહુલ છઠ્ઠા સ્થાને યથાવત છે. ભારત તરફથી આ બે બેટ્‌સમેનો ટોપ-૧૦માં સામેલ છે.

ટી૨૦ બોલરોની વાત કરીએ તો તબરેઝ શમ્સી પ્રથમ સ્થાન પર છે, તો શ્રીલંકાનો વહિંદુ ડિ સિલ્વા બીજા સ્થાને છે. ડેવિડ મલાન નંબર વન ટી૨૦ બેટ્‌સમેન છે, જ્યારે બાબર આઝમ બીજા સ્થાને છે. વિરાટ કોહલીને એક સ્થાનનો ફાયદો મળ્યો છે અને તે પાંચમાંથી ચોથા સ્થાને પહોંચી ગયો છે. ન્યૂઝીલેન્ડનો ડેવોન કોનવે એક સ્થાનના નુકસાન સાથે પાંચમાં સ્થાને છે.

રોહિત શર્મા લેટેસ્ટ ટી૨૦ રેન્કિંગમાં ૨૧માં સ્થાને પહોંચી ગયો છે. તો શિખર ધવન ૩૦માં સ્થાને છે. ટોપ-૩૦માં આ ચાર ભારતીય બેટ્‌સમેન છે. બોલરોની વાત કરીએ તો ટોપ-૧૦માં કોઈ ભારતીય બોલર સામેલ નથી. ટી૨૦માં ભારત તરફથી બેસ્ટ રેન્કિંગ ભુવનેશ્વર કુમારની છે, જે ૧૨માં સ્થાને છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.